Breaking News : તિરંગા યાત્રામાં ગૃહપ્રધાન અમિત શાહે અનેક વીરોના બલિદાનને કર્યા યાદ, 13થી 15 ઓગસ્ટ સુધી ઘરે તિરંગો લહેરાવી સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર મૂકવા કરી અપીલ, જુઓ Video
તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંબોધન કરતા કહ્યું કે આઝાદી માટે લાખો લોકોએ મોટો સંઘર્ષ કર્યો અને અનેક લોકોએ આઝાદી માટે બલિદાન આપ્યા છે.

Tiranga Yatra : મેરા મિટ્ટી મેરા દેશ અંતર્ગત અમદાવાદમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે હાજર રહ્યા હતા. તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંબોધન કરતા કહ્યું કે આઝાદી માટે લાખો લોકોએ મોટો સંઘર્ષ કર્યો અને અનેક લોકોએ આઝાદી માટે બલિદાન આપ્યા છે.
આજે અમદાવાદમાં રાષ્ટ્રભક્તિનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. સાથે ગૃહપ્રધાને કહ્યું કે ભગતસિંહ, ખુદીરામ બોજ જેવા અનેક વીરોએ આઝાદી માટે બલિદાન આપ્યા છે. દેશની ગુલામીથી મુક્ત કરવા માટે અનેક વીરોએ યોગ દાન આપ્યુ છે. તેમજ મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન હેળઠ ગુજરાત અને દેશ તિરંગામય થાય તેવી આશા છે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આ સાથે જ સંબોધન કરતા કહ્યુ કે યુવા પેઢી કહેવા માગું છું આપણને આઝાદી મળી તેના માટે કરોડો લોકો જીવન બલિદાન આપ્યું છે. ભગતસિંહ જેવા વીર જવાન ઇનકલાબ નારા સાથે ફાંસી પર લાગી ગયા હતા. આપણે દેશ માટે મરી નહિ શકીએ પરંતુ જીવી તો શકીએ જ છીએ.
2023 થી 2047 સુધી મહાન ભારત બનશે
આઝાદીના 75 વર્ષ થી 100 વર્ષ તરીકે આઝાદીના વર્ષ ઉજવણી સમયે આપણે બધા ક્ષેત્રે આગળ હોઈશું. 2023 થી 2047 સુધી મહાન ભારત બનશે. 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી ઘરે તિરંગો લહેરાવી સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર મૂકોવા માટે પણ જણાવ્યુ છે. આ અભિયાન દેશભક્તિ ચરમસીમા લઈ જશે. આ સાથે જ અમિત શાહ તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કર્યું છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..