Breaking News: CBSE બોર્ડનો મહત્વનો નિર્ણય, બેઝિક મેથ્સના વિદ્યાર્થીઓને હવે સ્ટાન્ડર્ડ મેથ્સની કંપાર્ટમેન્ટ એકઝામ નહીં આપવી પડે
ધોરણ 10 CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2023-24 માટે CBSE બોર્ડે પરિપત્ર બહાર પાડ્યો છે. બેઝિક મેથ્સના વિદ્યાર્થીઓને હવે સ્ટાન્ડર્ડ મેથ્સની કંપાર્ટમેન્ટ એકઝામ નહીં આપવી પડે. હજારો વિદ્યાર્થીઓ માટે કોરોના બાદ ફરી એકવાર મોટો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. મહત્વનુ છે કે બેઝિક મેથ્સના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો કે નહીં તે શાળાઓ નક્કી કરી શકશે તેવું પણ જણાવાયું છે.

આ પણ વાંચો : 3 જૂને બાબા બાગેશ્વરનો કાર્યક્રમ, DCP સહિતની પોલીસની ટીમે કર્યું સ્થળ નિરીક્ષણ, જુઓ Video
આ નિર્ણય ચોક્કસપણે પ્રશંસનીય
ઈન્દ્રાણી બેનર્જી,આચાર્યશ્રી,એચ બી કાપડિયા ન્યુ હાઈસ્કૂલ મુજબ CBSE એ આ વર્ષે ખૂબ જ યોગ્ય નિર્ણય લીધો છે કે, જેમણે ધોરણ 10માં બેઝિક મેથ્સ પસંદ કર્યું છે તેવા વિદ્યાર્થીઓને 11માં ધોરણમાં સ્ટાન્ડર્ડ મેથ્સમાં અભ્યાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય ચોક્કસપણે પ્રશંસનીય છે કારણ કે ધોરણ 10ની આ બેચ મોટાભાગે કોવિડ-19ને કારણે ધોરણ 8 અને 9માં ઓનલાઈન અભ્યાસ કર્યો છે. તેથી આ બેચને ધોરણ 10માં સ્ટાન્ડર્ડ મેથ્સ વિષય પસંદ કરવાની આશા નહોતી. સીબીએસઈના આ નિર્ણયથી આ તમામ વિદ્યાર્થીઓ તેમની પસંદગીનું ગ્રુપ પસંદ કરી શકશે. એક શિક્ષણશાસ્ત્રી તરીકે, હું CBSE ના આ વિદ્યાર્થી મૈત્રીપૂર્ણ અભિગમને આવકારું છું.
CBSE માધ્યમના ટ્યુટર અને એજ્યુકેશનાલિસ્ટ આઝાદ સિંઘ મુજબ CBSE બોર્ડ દ્વારા લેવાયેલો આ નિર્ણય આવકારદાયક છે. આને લઈને જે વિદ્યાર્થીઓ ધોરણ 10 સ્ટાન્ડર્ડ મેથ્સની પરીક્ષા ક્લિયર કરવા માટે મેહનત કરતા હતા તેમને રાહત થશે. હવે તે બેઝિક મેથ્સ સાથે જ આગળ વધી શકશે.હવે તેઓ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ લાઇ શકશે શાળામાં અથવા તો અન્ય કોઈ પણ શાળામાં.. આ માધ્યમથી સાયન્સ અને ટેક્નોલોજીમાં ભવિષ્ય બનાવવા માગતા આગળ વધી શકશે
2019 CBSE સર્ક્યુલરના પ્રમાણે, “જે વિદ્યાર્થીઓએ ધોરણ 10માં બેસિક મેથેમેટીક્સ લીધુ હોય તે ધોરણ 11માં ફક્ત અપ્લાઇડ મેથેમેટીક્સ જ લઇ શકતા હતા. જોકે હવે એકેડેમિક વર્ષ 2023-24 માટે, બોર્ડે નિયમમાં ફેરફાર કર્યા છે. જેમાં જે વિદ્યાર્થીઓને મેથેમેટિક્સ બેસિક નો વિકલ્પ પસંદ કર્યો હશે તેઓ પણ ધોરણ 11માં મેથેમેટીક્સ પસંદ કરી શકશે. મહત્વનુ છે કે આવા વિદ્યાર્થીઓને ધોરણ 11માં મેથેમેટીક્સની પસંદગી આપતા પહેલા, પ્રવેશ આપવો કે નહીં તે શાળાઓ નક્કી કરી શકશે જેની સતા જેતે સંસ્થાને આપી છે.