Breaking News : Cyclone Biparjoyની અસર દેખાઇ, પોરબંદરમાં ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની દિવાલ ધરાશયી, દ્વારકામાં વોક વે પાસે શેડને નુકસાન

દરિયાના મોજા ઉછળીને દિવાલ સાથે અથડાતા દિવાલને નુકસાન થયુ છે. તો બીજી તરફ દ્વારકામાં ભારે પવનના કારણે શેડ ઉડ્યો છે. વોક વે પાસે બનાવેલા શેડને નુકસાન થયુ હોવાનું સામે આવ્યુ છે.

Breaking News : Cyclone Biparjoyની અસર દેખાઇ, પોરબંદરમાં ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની દિવાલ ધરાશયી, દ્વારકામાં વોક વે પાસે શેડને નુકસાન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2023 | 10:41 AM

Cyclone Biparjoyની અસર ધીરે ધીરે ગુજરાતમાં દેખાવા લાગી છે. વાવાઝોડાથી નુકસાનના સમાચાર સામે આવી રહ્યા છે. એક તરફ પોરબંદરમાં દરિયા કાંઠે આવેલી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની દિવાલ ધરાશયી થઇ છે. દરિયાના મોજા ઉછળીને દિવાલ સાથે અથડાતા દિવાલને નુકસાન થયુ છે. તો બીજી તરફ દ્વારકામાં ભારે પવનના કારણે શેડ ઉડ્યો છે. વોક વે પાસે બનાવેલા શેડને નુકસાન થયુ હોવાનું સામે આવ્યુ છે.

આ પણ વાંચો- Cyclone Photo: ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનો ખતરો, જાણો વાવાઝોડાના વિવિધ પ્રકાર

બીપરજોય વાવાઝોડાની અસર સુરતમાં પણ જોવા મળી રહ્યુ છે. સુવાલીનો દરિયો તોફાની જોવા મળી રહ્યો છે. દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાઈ મોજા 6 થી 7 ફૂટ ઉછળી રહ્યા છે. તો સાથે જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તો અરબસાગરમાં બીપરજોય નામના વાવાઝોડાનો ખતરો છે. ત્યારે વાવાઝોડાને ધ્યાને લઈને કચ્છના દરિયા કિનારે ચુસ્ત વ્યવસ્થા ગોઠવાઇ છે. માંડવી દરિયા કિનારા પર તમામ લોકોની અવર-જવર પર રોક લગાવાઇ છે. વહેલી સવારથી જ કચ્છના દરિયાઈ વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. માંડવી બીચના દરિયા કિનારે પણ કરંટ જોવા મળ્યો છે. હાલ દરિયા કિનારે પવનની ગતિ વધારે છે.

Cyclone Biparjoyને લઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં તંત્ર સતર્ક છે. સૌરાષ્ટ્ર અને કચ્છ કોસ્ટ એરિયામા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. વહીવટી તંત્રએ દરિયાકાંઠાની નજીક રહેતા લોકોને કોઈ પણ દુર્ઘટનાથી બચવા સાવચેત રહેવા તાકીદ કરી છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે વાવાઝોડા સમયે અને ત્યારબાદ લોકોએ કઈ સાવચેતી રાખવી તેનો નાગરિકોને અનુરોધ કરાયો છે.

રાજ્યમાં વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. રાજ્યના કચ્છ, જામનગર, દેવભૂમિદ્વારકા, મોરબી, સોમનાથ સહિત 6 જિલ્લામાં વાવાઝોડાની સૌથી મોટી અસર જોવા મળશે. જેને લઇ આ તમામ જિલ્લાના અધિકારીઓ અને હવામાન વિભાગના અધિકારીઓ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે બેઠક કરી હતી.  અને સ્થિતિ અને તેને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">