Cyclone Biporjoy: પોરબંદરમાં વાવાઝોડાને લઈ નેવી, આર્મી જવાનો અને કોસ્ટગાર્ડની 2 ક્વિક રિસપોન્સ ટીમ સ્ટેન્ડ ટુ રખાઇ, જુઓ Video

Cyclone Biporjoy: પોરબંદરમાં વાવાઝોડાને લઈ નેવી, આર્મી જવાનો અને કોસ્ટગાર્ડની 2 ક્વિક રિસપોન્સ ટીમ સ્ટેન્ડ ટુ રખાઇ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2023 | 11:50 PM

પોરબંદરમાં વાવાઝોડાને લઈ જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ થયું છે. નેવી, કોસ્ટગાર્ડ અને આર્મીના જવાનોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. કોસ્ટગાર્ડની બે ક્વિક રિસપોન્સ ટીમને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી. 31 દરિયાકાંઠાના ગામમાંથી સ્થળાંતર માટે 250 શેલ્ટર હોમ તૈયાર કરાયા છે.

Cyclone biporjoy: પોરબંદરમાં વાવાઝોડાને લઈ કોઈ નુકસાની ન થાય તે માટે જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. NDRFની સાથે જ રાહત અને બચાવ કામગીરી માટે નેવી, કોસ્ટગાર્ડ અને આર્મીના જવાનોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. કોસ્ટગાર્ડની બે ક્વિક રિસપોન્સ ટીમ પણ સતર્ક છે. તો 31 દરિયાકાંઠાના ગામમાંથી અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર કરીને 250 શેલ્ટર હોમમાં લઈ જવાશે. આ શેલ્ટર હોમમાં ફૂડ પેકેટ, પાણી, દવાઓની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.

પોરબંદરમાંથી ભયજનક હોર્ડિંગ અને બેનર હટાવ્યા છે. જ્યારે કોસ્ટલ પોલીસ સ્ટેશનના અધિકારી, કર્મચારીને 24 કલાક હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. પોરબંદર પોલસીની ખાસ 12 ટીમને પણ બચાવ કાર્ય માટે સજ્જ કરાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત અમદાવાદ ઉપરાંત સુરત, વલસાડ અને નવસારી પંથકમાં વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં વાવાઝોડાની પરિસ્થિતિને લઈને PMO દ્વારા સતત મોનિટરીંગ, મનસુખ માંડવીયા આવતીકાલે જશે ભુજ

વાવાઝોડાને પગલે તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. રાજ્યના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તો વાવાઝોડાની અસરને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વેગવાન બનશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે. 12 તારીખથી દરિયામાં પવનની તીવ્રતા વધશે. 12, 14 અને 15 જૂનના રોજ ભારે પવન સાથે વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

 ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">