Breaking News: અમદાવાદના SP રિંગ રોડ પર હિટ એન્ડ રન ની ઘટના, મહિલા નું ઘટના સ્થળે મોત, બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત, જુઓ Video
અમદાવાદમાં ફરી હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે જેમાં SP રિંગ રોડ પર અકસ્માત સર્જાયો છે. વસ્ત્રાલમાં રિલાયન્સ પેટ્રોલ પંપ સામે હિટ એન્ડ રન ની આ ઘટના બની હતી. જેમાં મહિલા નું ઘટના સ્થળે મોત નીપજયું છે. જોકે બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.
Ahmedabad: ફરી હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે જેમાં SP રિંગ રોડ પર અકસ્માત સર્જાયો છે. વસ્ત્રાલમાં રિલાયન્સ પેટ્રોલ પંપ સામે હિટ એન્ડ રન ની આ ઘટના બની હતી. જેમાં મહિલા નું ઘટના સ્થળે મોત નીપજયું છે. જોકે બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.
મહિલા અને બાળકી રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે ગાડી ચાલક ટક્કર મારી ભાગી છૂટ્યો હતો. મહિલા નું ઘટના સ્થળે મોત અને બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકી ને હોસ્પિટલ લઈ જવામાં આવી. 108 અને પોલીસની તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને ગાડીના ચાલક અંગે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ પટ્ટાના જિલ્લાઓની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતાની સમીક્ષા કરી
અગાઉ પણ આજ પ્રકારે અમદાવાદમાં બેફામ વાહન ચાલકે યુવકને અડફેટે લીધો હતો. નરોડામાં રસ્તો ઓળંગી રહેલા યુવાનને આઇ 20 કાર ચાલકે અડફેટે લીધો હતો. આ યુવાનનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જોકે, કાર ચાલક ગંભીર અકસ્માત કરીને ફરાર થઇ ગયો હતો. ફરી આજ પ્રકારની ઘટના અમદાવાદમાં ઘટી છે. SP રિંગ રોડ પર અકસ્માત સર્જાયો છે. વસ્ત્રાલમાં રિલાયન્સ પેટ્રોલ પંપ સામે હિટ એન્ડ રન ની આ ઘટના બની છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
