AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રાજ્યમાં આગામી 3 દિવસ ભારે !, હવામાન વિભાગે કરી આગાહી, દ્વારકામાં રેડ એલર્ટ

ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે ફરી આગાહી કરી છે. ત્યારે આગામી ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે

Breaking News: રાજ્યમાં આગામી 3 દિવસ ભારે !, હવામાન વિભાગે કરી આગાહી, દ્વારકામાં રેડ એલર્ટ
breaking news heavy rain in Gujarat
Darshal Raval
| Edited By: | Updated on: Jul 21, 2023 | 2:22 PM
Share

ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે ફરી આગાહી કરી છે. ત્યારે આગામી ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે તેમજ દ્વારકામાં ભારે વરસાદના અનુમાન સાથે આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું જોર રહેશેનું જણાવવામાં આવી રહ્યું છે જો કે તે બાદ છુટો છવાયો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ નવસારી, વલસાડ, ડાંગ માં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ભાવનગરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. જ્યારે જૂનાગઢ. સોમનાથ, અને રાજકોટમાં  ભારે વરસાદ હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતના જામનગર, પોરબંદર, વલસાડ, નવસારી, ડાંગમાં આજે ભારે વરસાદ રહેશે.

આવતીકાલે ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં હવામાન વિભાગે રેડ અલર્ટ જાહેર કર્યું છે. આ સાથે આજે અમદાવાદમાં મધ્યમ વરસાદ રહેશે જ્યારે અમદાવાદમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ તો અત્યાર સુધી સિઝનનો 65% વરસાદ ગુજરાતમાં વરસી ચૂક્યો છે. ત્યારે મોન્સૂન ટ્રફને કારણે હાલ રાજ્યમાં વરસાદ યથાવત રહેશે.

દ્વારિકામાં રેડ એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે રહેવાના છે ત્યારે દ્વારકામાં આવતી કાલે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ વરસાદી સ્થિતિને જોતા ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જામનગર, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત સહિત રાજકોટ, જૂનાગઢ,ગીર સોમનાથ, અરવલ્લી, ભાવનગર માં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ઘટશે

રાજ્યમાં આગામી 3 ગુજરાતમાં વરસાદનું જોર રહેશે જે ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ઘટશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આથી 3 દિવસ બાદ રાજ્યભરમાં  છુટોછવાયો વરસાદ પડી શકે છે. જો કે આ ત્રણ દિવસમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. જેમાં દ્વારકામાં અતિભારે વરસાદની આગાહીને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું.

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">