Breaking News : ગુજરાત ATSએ પાકિસ્તાનના સંપર્કમાં રહેતા 2 જાસૂસની કરી ધરપકડ, એક પુરૂષની ગોવાથી અને મહિલાની દમણથી ધરપકડ, જુઓ Video

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડએ એક મોટા પાકિસ્તાની જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ATSએ આ કેસમાં એક મહિલા સહિત બે શખ્સોની ધરપકડ કરીને નોંધપાત્ર સફળતા મેળવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં દમણથી રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલા અને ગોવાથી એ.કે. સિંહ નામનો પુરુષ સામેલ છે. આ ઘટનાક્રમે સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચાવ્યો છે.

Breaking News : ગુજરાત ATSએ પાકિસ્તાનના સંપર્કમાં રહેતા 2 જાસૂસની કરી ધરપકડ,  એક પુરૂષની ગોવાથી અને મહિલાની દમણથી ધરપકડ, જુઓ Video
Ahmedabad
| Edited By: | Updated on: Dec 04, 2025 | 12:47 PM

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડએ એક મોટા પાકિસ્તાની જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ATSએ આ કેસમાં એક મહિલા સહિત બે શખ્સોની ધરપકડ કરીને નોંધપાત્ર સફળતા મેળવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં દમણથી રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલા અને ગોવાથી એ.કે. સિંહ નામનો પુરુષ સામેલ છે. આ ઘટનાક્રમે સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચાવ્યો છે.

પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ઝડપાયેલો આરોપી એ.કે. સિંહ ભારતીય સેનામાં સુબેદાર તરીકે ફરજ બજાવી ચૂક્યો છે. આ બંને આરોપીઓ પાકિસ્તાની એજન્ટોના સીધા સંપર્કમાં હતા અને તેમને આર્થિક મદદ પૂરી પાડતા હોવાનું સામે આવ્યું છે. તેઓ ભારતના અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાં જાસૂસીની ગતિવિધિઓ ચલાવી રહ્યા હતા. ગુજરાત ATSને મળેલી ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જાસૂસી નેટવર્ક કેસમાં 2 ઝડપાયા

ATS દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે આ જાસૂસો ભારતના સંવેદનશીલ સ્થળોના ફોટા અને વીડિયો સહિત આર્મી કેમ્પ જેવી મહત્ત્વપૂર્ણ માહિતીઓ પાકિસ્તાની એજન્ટોને મોકલી રહ્યા હતા. આ ગુપ્ત માહિતીઓ મોકલવા માટે તેમને પાકિસ્તાની એજન્ટો દ્વારા આર્થિક મદદ પણ પૂરી પાડવામાં આવતી હતી. આ પ્રવૃત્તિઓ માટે ડિજિટલ પુરાવા પણ ATSના હાથ લાગ્યા છે.

જુઓ Video

આ આરોપીઓ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં આવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. તેમની પૂછપરછ દરમિયાન અન્ય પાકિસ્તાની એજન્ટોના નામ પણ સામે આવવાની સંભાવના છે. ગુજરાત ATS દ્વારા બંને આરોપીઓની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે અને હાલ તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે. આ પૂછપરછમાં કેટલા સમયથી તેઓ આ જાસૂસી પ્રવૃત્તિઓમાં સામેલ હતા અને કઈ-કઈ માહિતીઓ મોકલવામાં આવી છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે ગુજરાત ATS ટૂંક સમયમાં પત્રકાર પરિષદ યોજીને વધુ વિગતો જાહેર કરશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:47 pm, Thu, 4 December 25