Breaking News: રસ્તાની ખરાબ સ્થિતિ અને પુલ ગુણવત્તાને લઈ સરકાર એક્શનમાં, માર્ગ મકાન વિભાગના સચિવ એસ.બી વસાવાને વિભાગમાંથી હટાવાયા
રાજ્યમાં રસ્તાની ખરાબ સ્થિતિ અને પુલ ગુણવત્તા ને લઈ સરકાર એક્શનમોડમાં આવી છે. માર્ગ મકાન વિભાગના સચિવને વિભાગ માંથી હટાવાયા છે. લાંબા સમયથી એસ.બી વસાવા હતા આર એન બી સચિવ. જેમને હવે માર્ગ મકાન વિભગા માથી ગુજરાત હાઉસિંગ બોર્ડના હાઉસિંગ કમિશનર બનાવાયા છે.
રાજ્યમાં રસ્તાની ખરાબ સ્થિતિ અને પુલ ગુણવત્તા ને લઈ સરકાર એક્શનમોડમાં આવી છે. માર્ગ મકાન વિભાગના (Road Building Department) સચિવને વિભાગ માંથી હટાવાયા છે. લાંબા સમયથી એસ.બી વસાવા હતા આર એન બી સચિવ. જેમને હવે માર્ગ મકાન વિભગા માથી ગુજરાત હાઉસિંગ બોર્ડના હાઉસિંગ કમિશનર બનાવાયા છે.
મહત્વનુ છે કે અમદાવાદના તૂટેલા રસ્તા અને રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી કરાઇ હતી. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને AMCની ઝાટકણી કાઢી છે. ગુજરાત હાઈકોર્ટના વારંવારના હુકમો બાદ પણ સમસ્યા યથાવત હોવાની વાત કરી છે. જમીન પર યોગ્ય કામગીરી ન થતી હોવાનું હાઈકોર્ટનું અવલોકન સામે આવ્યું છે.
રસ્તાની ગુણવત્તાની તપાસમાં ઉણપ રહેતી હોવાની અરજદારની રજૂઆત છે. રખડતા ઢોરના ત્રાસથી થતા મોત અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. રોંગ સાઈડ પર ચાલતા વાહનો સામે કડક કાર્યવાહી કરવા HCએ આદેશ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં આગામી 18 જૂલાઈના સુનાવણી યોજાશે. મહત્વનુ છે કે રાજ્યની 156 પાલિકા, 8 મનપામાં રખડતા ઢોરને લઈ નીતિ બનાવવા HCએ હુકમ કર્યો છે.
આ પણ વાંચો : મચ્છરજન્ય રોગચાળાને નાથવા AMCની આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં, 197 એકમોને ફટકારાઈ નોટિસ
ત્યારે આ બાબતો વચ્ચે રસ્તાની ખરાબ સ્થિતિ અને પુલ ગુણવત્તાને લઈ સરકાર એક્શનમાં આવતા માર્ગ મકાન વિભાગના સચિવ એસ.બી વસાવાને વિભાગમાંથી હટાવાયા છે. અને નવા સચિવ તરીકે એ. કે પટેલને જ્વાબદારી સોપાઈ છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો