Breaking News: સ્થાનિક સ્વરાજ્યના જંગમાં આટલી બેઠક પર આમ આદમી પાર્ટીએ મેળવ્યો વિજય!

26 એપ્રિલના રોજ 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું હતું, આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ છે તેમાં આમ આદમી પાર્ટી માટે સારા સમાચાર આવ્યા છે.

Breaking News: સ્થાનિક સ્વરાજ્યના જંગમાં આટલી બેઠક પર આમ આદમી પાર્ટીએ મેળવ્યો વિજય!
AAP Victory
Image Credit source: Google
| Updated on: Apr 28, 2026 | 1:17 PM

રાજ્ય ચૂંટણી આયોગની જાહેરાત મુજબ 26 એપ્રિલ, 2026ના રોજ રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવામાં આવી હતી. આ તમામ બેઠકની આજે મતગણતરી શરૂ થઈ છે.

મંડેર તાલુકા પંચાયત સીટનું પરિણામ જાહેર

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની મંડેર તાલુકા પંચાયત સીટ પર આમ આદમી પાર્ટીના અસ્મિતાબેન નિલેશભાઈ બારીઆનો વિજય થયો છે. આ જીત સ્થાનિક રાજકારણમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં જે પક્ષ સૌથી વધુ વિજય મેળવશે, તેના માટે 2027ની વિધાનસભા ચૂંટણીનો રસ્તો સરળ બનશે.

 

આકોલવાડી તાલુકામાં AAPની જીત

ગીર સોમનાથ જિલ્લામાંથી AAP માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. આકોલવાડી તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષ ગોંડલીયાએ જીત મેળવી છે. જેના કારણે પાર્ટીએ અહીં પોતાનું ખાતું ખોલ્યું છે.

અહેવાલ મુજબ AAPની મુખ્ય જીત

  • જૂનાગઢ જિલ્લા પંચાયતની બેઠક પર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની હાર અને AAP ઉમેદવારની જીત થઈ છે.
  • દાહોદના નવનાગર જિલ્લા પંચાયતની બેઠક પર AAP ઉમેદવારે જીત મેળવી છે.
  • અમરેલીના ધારી નગરપાલિકામાં AAP એ 2 બેઠકો પર જીતી મેળવી છે.
  • નર્મદા જિલ્લા પંચાયત બહુ ચર્ચિત મંડાળા બેઠક માં ભાજપ ની હાર ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર થયા વિજેતા. આ બેઠક પર ચૈતર વસાવા સાથે ગ્લાસ કાંડ થયો હતો તે ભાજપ ના સંજય વસાવા ની ભૂંડી હાર થઈ છે.
  • નર્મદા જિલ્લા પંચાયતમાં 8 અને તાલુકા પંચાયતમાં 21 જગ્યાએ જીત થઈ છે.
  • કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનમાં દેવભૂમિ દ્વારક, જામનગર, બોટાદ અને ભાવનગરમાં 2 બેઠકો પર જીતી મેળવી છે.

બાકીના પરિણામો પર નજર

પરિણામો બાદ આપ સમર્થકોમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જીતને વિકાસના એજન્ડા પર જનતાની મહોર તરીકે જોવામાં આવી રહી છે. બાકીના પરિણામો પર હવે સૌની નજર છે. પરંતુ હાલના ટ્રેન્ડમાં ભાજપ આગળ દેખાઈ રહી છે.

Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: જુનાગઢ જિલ્લા પંચાયતમાં મોટો અપસેટ, પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની હાર

 

Published On - 1:15 pm, Tue, 28 April 26

Follow Us