Bharuch Viral Video : “પોલીસ મને ક્યારેય ઓળખી નહીં શકે” રીલ્સ બનાવી Bikerએ Dhoom સ્ટાઈલમાં પડકાર ફેંક્યો
Bharuch : ભરૂચના સૌથી વધુ અકસ્માત ભયગ્રસ્ત વિસ્તાર પૈકીના એક એવા નર્મદા મૈયા બ્રિજ(Narmada Maiya Bridge) ઉપર એક Biker એ રીલ્સ(Reels) બનાવી પોલીસને પડકાર ફેંક્યો છે. વાહનોની અવર-જ્વરથી વ્યસ્ત વિસ્તારમાં અકસ્માત(Accident)નો ન માત્ર ભય ઉભો કરી આ બાઈક સવાર યુવાને પોલીસ ઓળખી નહીં શકે તેવો પડકાર ફેંક્યો છે. પોલીસે આ વીડિયોના આધારે તપાસ પણ શરૂ કરી છે જોકે વાયરલ વિડીયો(Viral Video)સામે આવ્યાના 24 કલાક સુધી આ બાઈક ચાલક મળી ન આવતા પોલીસ માટે પણ પડકાર મુશ્કેલ જણાઈ રહ્યો છે.

બોલિવૂડ ફિલ્મ(Bollywood Movie) ધૂમ (Dhoom) માં Bikersની ગેંગ બતાવવામાં આવી છે જે પોલીસને પડકાર ફેંકી ગુનાઓને અંજામ આપતી હતી. આ ફિલ્મમાં Bikers ની ઝડપ એટલી વધુ બતાવવામાં આવી હતી કે પોલીસ તેનો પીછો કરે તેમ છતાં ટોળકી ઝડપતી ન હતી. આ ફિલ્મના એક ડાયલોગ પર પોલીસને પડકાર ફેંકી રીલ્સ બનાવવાનો મામલો સામે આવ્યો છે.
ભરૂચ-અંક્લેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર આ રીલું બનાવવામાં આવી છે જેમાં બ્રિજ ઉપર એક બાઈક ચાલક સ્ટંટ કરે છે. બેકગ્રાઉન્ડ ઓડિયોમાં ડાયલોગ છે જેમાં કહેવાય રહ્યું છે કે, ” પોલીસ મને ક્યારેય ઓળખી નહીં શકે! ” આ વિડીયો સામે આવ્યા બાદ ભરૂચ પોલીસે પણ તપાસ શરૂ કરી Biker ની શધખોળ હાથ ધરી છે.
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન