Breaking News : શાળા કોલેજોમાં અન્યોના પ્રવેશ પર પ્રતિબંધ લાદીને, ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ

શક્તિસિંહ ગોહિલે સરકારી શાળાઓ અને શિક્ષણની કફોડી સ્થિતિનો મુદ્દો ઉઠાવતા સરકારની નીતિઓ સામે સવાલો કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, સરકારી શાળાઓમાં શિક્ષણની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળવાને બદલે તેમના અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

Breaking News : શાળા કોલેજોમાં અન્યોના પ્રવેશ પર પ્રતિબંધ લાદીને, ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ
| Updated on: Oct 22, 2026 | 7:49 PM

ગુજરાતમાં શાળા અને કોલેજોમાં પ્રવેશને લઈને જાહેર કરાયેલા પરિપત્રને મુદ્દે રાજકીય માહોલ ગરમાયો છે. આ મુદ્દે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે સરકાર દ્વારા શાળા-કોલેજોમાં તાળાબંધી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે.

સરકારી શાળાઓ અને શિક્ષણની સ્થિતિ અંગે સવાલો ઉઠાવ્યા

શક્તિસિંહ ગોહિલે સરકારી શાળાઓ અને શિક્ષણની કફોડી સ્થિતિનો મુદ્દો ઉઠાવતા સરકારની નીતિઓ સામે સવાલો કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, સરકારી શાળાઓમાં શિક્ષણની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળવાને બદલે તેમના અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

ભાજપના નેતાઓની શાળા-કોલેજોનો પણ ઉલ્લેખ

પોતાના નિવેદનમાં શક્તિસિંહ ગોહિલે ભાજપના નેતાઓની મોટી શાળા અને કોલેજો હોવાનો ઉલ્લેખ કરીને શિક્ષણ ક્ષેત્રે સરકારની ભૂમિકા સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે પરોક્ષ રીતે સરકારી અને ખાનગી શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિ વચ્ચેના તફાવત તરફ પણ ધ્યાન દોર્યું હતું.

ગુજરાતી પેપરની અછતનો મુદ્દો ઉઠાવી સરકારને ઘેરી

શક્તિસિંહ ગોહિલે ગુજરાતી પેપરની અછતનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમના આક્ષેપ મુજબ, શિક્ષણ ક્ષેત્રમાં સર્જાયેલી આવી સમસ્યાઓ અને છબરડા સામે ન આવે તે માટે જ આ પ્રકારના પરિપત્રો બહાર પાડવામાં આવ્યા હોવાની આશંકા છે. શાળા-કોલેજોમાં પ્રવેશ અંગેના પરિપત્રને લઈને શક્તિસિંહ ગોહિલે કરેલા આ આક્ષેપોથી શિક્ષણ ક્ષેત્રે સરકારી નીતિઓ અંગે ચર્ચા તેજ થઈ છે.

Breaking News : ગુજરાતની સરકારી શાળાઓમાં હવે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ, શિક્ષણ વિભાગનો નવો પરિપત્ર, જુઓ Video

 

Published On - 7:48 pm, Thu, 22 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.