Breaking News : મિશન 2024 માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની કવાયત, દરેક જિલ્લાનો કરશે પ્રવાસ
આજે વડોદરા શહેરના હોદ્દેદારો તેમજ ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક યોજી આગામી દિવસોમાં આવનારી લોકસભાની ચુંટણીને લઈ ચર્ચા કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત લોકસભા બેઠક દીઠ બુથ મજબૂત કરવા પર ભાર મુકવામાં આવશે.

લોકસભા ચૂંટણી પહેલા ભાજપે ગુજરાતની તમામ બેઠકો અંકે કરવા મહેનત શરૂ કરી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં તમામ 26 બેઠક મેળવવા માટે ભાજપ અત્યારથી જ કામે લાગી ગયુ છે. મિશન 2024 માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની કવાયત શરુ કરશે. બુથ સશક્તિકરણ અભિયાન હેઠળ સી.આર.પાટીલ ગુજરાતના દરેક જીલ્લાની મુલાકાત લેશે.
આ પણ વાંચો : Vadodara: પ્રમુખ સ્વામી મહારાજના જન્મ સ્થળ પાદરાના ચાણસદ ગામમાં નારાયણ સરોવરનું લોકાર્પણ
આજે વડોદરા શહેરના હોદ્દેદારો તેમજ ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક યોજી આગામી દિવસોમાં આવનારી લોકસભાની ચુંટણીને લઈ ચર્ચા કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત લોકસભા બેઠક દીઠ બુથ મજબૂત કરવા પર ભાર મુકવામાં આવશે. તેમજ નબળા બુથો સુધારવા માટે માર્ગદર્શન આપવામાં આવશે. આ અગાઉ નવસારી, સુરત જિલ્લામાં બેઠક કરી હતી. સી.આર.પાટીલે વિધાન સભા ચૂંટણી પહેલા વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ હેઠળ પ્રવાસ કર્યો હતો.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ નવસારીની મુલાકાતે
આ અગાઉ બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ નવસારીની મુલાકાતે હતા. જ્યાં તેઓએ જિલ્લાના અપેક્ષિત નેતાઓ સાથે બેઠક કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ. આ પ્રસંગે સી. આર. પાટીલે પોતાના ભાષણમાં ભૂતકાળની કોંગ્રેસ સરકારના પ્રધાનમંત્રીઓ પર ચાબખા માર્યા હતા.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નવસારીમાં બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગતના કાર્યક્રમમાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે નહેરૂ હોય કે ઇંદિરા ગાંધી, કોંગ્રેસના પૂર્વ પ્રધાનમંત્રીઓએ માત્ર સૂત્રો જ આપ્યા, તેને સાર્થક કરવાનો પ્રયાસ પણ ન કર્યો. તેમણે જણાવ્યુ હતુ કે કોંગ્રેસ સરકારમાં ગરીબી હટાવાનું સૂત્ર માત્ર કાગળ પર જ રહ્યું હતુ. ઇંદિરા ગાંધી 16 વર્ષ પ્રધાનમંત્રી પદ પર રહ્યા હતા, પણ કંઇ કર્યુ ન હતુ.
મહત્વનું છે કે ભાજપે લોકસભાની ચૂંટણીનો જંગ જીતવા અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. ધારાસભ્યોને તેમની વિધાનસભા બેઠક સ્તરની અને સાંસદોને તેમના વિસ્તારમાં પકડ મજબૂત કરવાની કામગીરી સોંપવામાં આવી છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સુરતની મુલાકાતે
આ અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે. સુરતમાં એક પત્રકાર પરિષદ દરમિયાન સી.આર. પાટીલે કેન્દ્રીય બજેટની ગુજરાત પર થનારી સારી અસરોની માહિતી આપી હતી. સી.આર.પાટીલનું માનવું છે કે નેચરલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ માટે આ બજેટ આશીર્વાદ રૂપ બનશે. તો રેલવેના વિકાસ માટે પણ કરોડોની જોગવાઇ હોવાની વાત તેઓએ જણાવી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…