AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભરૂચની સાયખા GIDCમાં SynZeal Pharmachem કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ, 5 લોકોના મોત

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી સાયખા GIDCમાં આવેલી SynZeal Pharmachem કંપનીમાં બ્લાસ્ટની ગંભીર ઘટના સામે આવી છે. કંપનીમાં હાઇડ્રોજીનેશનની પ્રક્રિયા દરમિયાન પ્રચંડ ધડાકો થયો હતો. આ ઘટનામાં મૃતકોનો આંક પાંચ થયો છે, જ્યારે બે કામદારો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

Breaking News: ભરૂચની સાયખા GIDCમાં SynZeal Pharmachem કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ, 5 લોકોના મોત
Ankit Modi
| Edited By: | Updated on: Oct 17, 2026 | 8:34 AM
Share

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી સાયખા GIDCમાં આવેલી SynZeal Pharmachem કંપનીમાં બ્લાસ્ટની ગંભીર ઘટના સામે આવી છે. કંપનીમાં હાઇડ્રોજીનેશનની પ્રક્રિયા દરમિયાન પ્રચંડ ધડાકો થયો હતો. આ ઘટનામાં મૃતકોનો આંક પાંચ થયો છે, જ્યારે બે કામદારો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.

હાઇડ્રોજીનેશનની પ્રક્રિયા દરમિયાન ધડાકો

પ્રાથમિક માહિતી અનુસાર, કંપનીમાં હાઇડ્રોજીનેશનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અચાનક જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ અંગે SDMએ પણ હાઇડ્રોજીનેશનની પ્રક્રિયા દરમિયાન ધડાકો થયાની માહિતી આપી છે. ધડાકાની તીવ્રતા એટલી વધુ હતી કે કંપનીની મશીનરીના પાર્ટ્સ વેરવિખેર થઈ ગયા હતા. ઘટનાને પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પાંચનાં મોત, બે કામદારો સારવાર હેઠળ

આ દુર્ઘટનામાં અત્યાર સુધી પાંચ લોકોનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય બે કામદારોને ઇજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઔદ્યોગિક એકમમાં બનેલી આ ગંભીર ઘટનાને પગલે મૃતકોના પરિવારોમાં શોકનો માહોલ છે. જોકે, મૃતકો અને ઇજાગ્રસ્તોની ઓળખ તથા તેમની સ્થિતિ અંગેની વધુ વિગતો સત્તાવાર રીતે સ્પષ્ટ થવાની બાકી છે.

ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમે સ્થળ પર તપાસ શરૂ કરી છે. બ્લાસ્ટ કયા ચોક્કસ કારણોસર થયો, હાઇડ્રોજીનેશનની પ્રક્રિયા દરમિયાન કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી કે કેમ અને ઔદ્યોગિક સલામતીનાં ધોરણોનું પાલન કરવામાં આવતું હતું કે નહીં તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવશે.

સાયખા GIDCમાં બનેલી આ દુર્ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં કામદારોની સુરક્ષા અને સલામતીનાં ધોરણો અંગે ફરી સવાલો ઊભા કર્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ જ બ્લાસ્ટનું ચોક્કસ કારણ અને જવાબદારી અંગેની વધુ વિગતો સામે આવશે.

આ પણ વાંચો- 17 ઓકટોબરના મહત્વના સમાચાર : CJP નેતા અભિજીત દીપકેની ધરપકડ, અભિજીત દીપકેની 6 દિવસમાં બીજીવાર ધરપકડ

Follow Us
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
Tv9 Impact: વ્યારાના 868 ખેડૂતો સભાસદોને સરકાર ચુકવશે બાકી નાણાં
Tv9 Impact: વ્યારાના 868 ખેડૂતો સભાસદોને સરકાર ચુકવશે બાકી નાણાં
સ્ટાફને 'પરિવાર' માનીને ચાંદીની થાળીમાં બોનસ રૂપે આપ્યા 1-1 લાખ રૂપિયા
સ્ટાફને 'પરિવાર' માનીને ચાંદીની થાળીમાં બોનસ રૂપે આપ્યા 1-1 લાખ રૂપિયા
g clip-path="url(#clip0_868_265)">