
ગુજરાત ATSએ અમદાવાદ શહેરમાં એક મોટી કાર્યવાહી કરીને ત્રણ આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે, જે એક નવા આતંકવાદી મોડ્યુલ સાથે સંકળાયેલા હોવાનું મનાય છે. આ ધરપકડ અમદાવાદ-ગાંધીનગર સરહદ પર આવેલા અડાલજ વિસ્તારમાંથી કરવામાં આવી હતી, જ્યાંથી આ શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા આતંકીઓને ATSએ દબોચ્યા હતા. ATS માટે આ એક નોંધપાત્ર સફળતા ગણવામાં આવી રહી છે.
Gujarat ATS arrests 3 terror suspects in #Ahmedabad#GujaratATS #Ahmedabad #TerrorModule #Gujarat #TV9Gujarati pic.twitter.com/T0XxmAKTdG
— Tv9 Gujarati (@tv9gujarati) November 9, 2025
ઉલ્લેખનીય છે કે આતંકી પ્રવૃતિ સાથે જોડાયેલા 3 આંતકી પાસે અલગ-અલગ સાહિત્ય મળી આવ્યું છે. આતંકી કોઈ મોટી ઘટનાને અંજામ આપવામાં આવ્યા હોય તેવી શંકા જતા ATSએ 3 આતંકવાદીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર 3 આરોપીઓ માંથી 2 આતંકવાદી ઉત્તર પ્રદેશના અને 1 આતંકવાદી હૈદરાબાદનો હોવાનું સામે આવ્યું છે. જેઓ ગુજરાતમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માટે આવ્યા હોવાનું શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા 3 આરોપી ઝડપાયા છે. ગુજરાત એટીએસ એ વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક માહિતી મુજબ, ગુજરાત ATS ઘણા સમયથી આ શંકાસ્પદ શખ્સોની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી હતી. તેમની પાસેથી કેટલાક શંકાસ્પદ સાહિત્ય પણ કબજે કરવામાં આવ્યું છે, જે તેમના ઇરાદાઓ અને કાવતરાઓ અંગે વધુ માહિતી આપી શકે છે. તપાસમાં સામે આવ્યું છે કે આ 3 આરોપીઓ માંથી 2 આતંકવાદી ઉત્તર પ્રદેશના અને 1 આતંકવાદી હૈદરાબાદનો વતની છે અને તેઓ થોડાક સમય પહેલા જ અમદાવાદ પહોંચ્યા હતા. ATS હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે તેઓ અમદાવાદ કયા હેતુથી આવ્યા હતા, તેમનો શું પ્લાન હતો અને તેઓ અહીં કેટલા સમયથી સક્રિય હતા.
Published On - 10:34 am, Sun, 9 November 25