Breaking News : અમદાવાદથી ભાવનગર જવા માટે ધોલેરાને બદલે, ધંધુકા-વલભીપુર થઈને જવાનું રહેશે, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડ્યુ જાહેરનામું
Breaking News : અમદાવાદ- ભાવનગર મુસાફરો માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. મોટા પ્રમાણમાં મુસાફરો ભાવનગર જવા માટે ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વે નો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ધોલેરાએક્સપ્રેસ વે ના કામ માટે ડાઈવર્ઝન આપવામાં આવ્યુ છે.
અમદાવાદ- ભાવનગર મુસાફરો માટે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું બહાર પાડ્યુ છે. મોટા પ્રમાણમાં લોકો અમદાવાદથી ભાવનગર જવા માટે ધોલેરા થઈને આવતા હોય છે. પરંતુ ધોલેરા હાઈવેના કામ ના કારણે અમદાવાદ – ધોલેરા રુટ પર ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. અમદાવાદથી ભાવનગર જવા માટે મુસાફરોને વાયા ધંધુકા થઈને જવાનું રહેશે. જ્યારે ભાવનગર થી વડોદરા જવા માટે વાયા વલભીપુર થઈને જવુ પડશે. આ નિર્ણય અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા લેવામાં આવ્યો છે. આજ થી 12 ડિસેમ્બર સુધી આ જાહેરનામું અમલી રહેશે.
આ પણ વાંચો : Ahmedabad : RSSના વડા મોહન ભાગવત આજે અમદાવાદમા, સાંજે સમાજશક્તિ સંગમ કાર્યક્રમમાં કરશે સંબોધન
જાહેરનામાનું ભંગ કરશે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે
જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામા અનુસાર ભાવનગર થી અમદાવાદ અને વડોદરા મુસાફરી કરતા તમામ પ્રકારના વાહનોને વાયા ધંધુકા, વલભીપુર થઈને જવુ પડશે. ધોલેરા એક્સપ્રેસ વે પર આવેલા ગામડાઓ માટે અલગ થી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. એક્સપ્રેસ વે પર આવેલા ગામડા નાના વાહનો મારફતે બાવળીયા, ભડિયાદ થઈને જઈ શકે છે. આ જાહેરનામું આજ થી 12 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. જે પણ મુસાફરો આ જાહેરનામાનું ભંગ કરશે તે લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ શહેરમાં મેટ્રો પ્રોજેકટ અંતર્ગત અપાયુ હતુ ડાયવર્ઝન
આ અગાઉ અમદાવાદ શહેરમાં મેટ્રો પ્રોજેકટ અંતર્ગત શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતુ અને કેટલાક રૂટ પર ડાયવર્ઝન મુકવામાં આવ્યા હતા. જીવરાજ બ્રિજના ઉત્તર છેડે તથા દક્ષિણ છેડે બેરીકેડિંગ કરવામાં આવશે અને તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બ્રિજ બંધ રાખવામાં આવ્યા હતા.
2 મહિના અને 28 દિવસ માટે ફક્ત રાત્રી દરમિયાન જ શ્રેયસ બ્રિજ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો હતો. જો કે, અહીં વૈકલ્પિક રૂટ તૈયાર કરવામાં આવ્યો હતો. તે માટે કસ્તુરબા ગાંધી રોડ પર શાહપુર દરવાજા બહાર પોલીસ ચોકીથી મહેંદી કુવા ત્રણ રસ્તા પાસેનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. જો કે, દુકાનદારોના અવર જવર પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો ન હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…