Breaking News :​ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત,​ 5નાં મોત 4 ઈજાગ્રસ્ત

આણંદ ( Anand)ના ​અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આજે વહેલી સવારે એક ગમ્ખવાર અકસ્માત ( Accident ) સર્જાયો છે.આ અકસ્માતમાં ​5 લોકોનાં મોત, 4 ને ઈજા પહોંચી છે.​આણંદ ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

Breaking News :​ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત,​ 5નાં મોત 4 ઈજાગ્રસ્ત
| Edited By: | Updated on: Sep 30, 2026 | 11:44 AM

આણંદ ( Anand)ના ​અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આજે વહેલી સવારે એક ગમ્ખવાર અકસ્માત ( Accident ) સર્જાયો છે.આ અકસ્માતમાં ​5 લોકોનાં મોત, 4 ને ઈજા પહોંચી છે.​આણંદથી નડિયાદ વચ્ચે વહેલી સવારે આ અકસ્માત સર્જાયો છે. ​સુરતથી રાજસ્થાન જતી ખાનગી બસને અકસ્માત નડ્યો છે.​ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ઓવરટેકિંગ લેનમાં ખાનગી બસને અકસ્માત નડ્યો છે.​આણંદ ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

3 યુવકના મોત

થોડા સમય પહેલા પણ આણંદ બોરસદ માર્ગ પર વાંસખીલીયા પાસે અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા.નિજાનંદ રિસોર્ટ નજીક બે બાઇકો વચ્ચે અકસ્માત થયો હતો. બંને બાઇકો સામસામે અથડાતા 3 યુવકના મોત થયા હતા.અકસ્માતમાં બંને બાઇકોના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. અકસ્માતમાં બાઇક સવાર ત્રણ યુવાનોના મોત થયા હતા.ઇજાગ્રસ્તોને કરમસદ મેડિકલ અને આણંદ જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે અને હોસ્પિટલમાં લોકોનાં ટોળાં ઉમટ્યાં હતા.યુવાનોના મોતથી બોરસદ અને નાપામાં શોકની લાગણી ફેલાય હતી.

10થી વધુ મુસાફરોને ગંભીર ઈજા

આજે 30 સપ્ટેમ્બર બુધવારના રોજ બીજી એક અકસ્માતની ઘટના પણ સામે આવી હતી. ગીરગઢડાના બેડીયા પાસે ગંભીર અકસ્માતની ઘટના બની હતી.
અકસ્મતામાં ટ્રકમાં સવાર 2 લોકોના મોત થયા હતા.ટ્રકમાં સવાર ડ્રાઈવર અને શ્રમિકનું મોત થયું હતુ.એસટી બસમાં સવાર 10થી વધુ મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી.ઈજાગ્રસ્તોને ઉના સરકારી અને ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. એસટી તંત્રના અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.
અકસ્મતમાં મૃત્યુઆંક વધવાની આશંકા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

Breaking News : ભારતે તીરંદાજીમાં વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી , Asian Games 2026માં 7મો ગોલ્ડ મેડલ જીત્યો અહી ક્લિક કરો

 

Published On - 9:39 am, Wed, 30 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.