Breaking News : બનાસકાંઠામાં ખાતર બિયારણની દુકાનો પર કૃષિ વિભાગના દરોડા, 6600 કિલો બિયારણનો જથ્થો સીઝ
બનાસકાંઠામાં ખાતર બિયારણની દુકાનો પર કૃષિ વિભાગે દરોડા પાડયા છે. જેમાં 6600 કિલો બિયારણનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે .જેમાં ડુપ્લીકેટ તેમજ ભેળસેળ યુક્ત ખાતર બિયારણનું વેચાણ અટકાવવા તપાસ કરવામાં આવી છે. જેમાં જિલ્લામાં 6600 કિલો બિયારણ અને 25 લીટર જંતુનાશક દવાનો જથ્થો સીઝ કરાયો છે
બનાસકાંઠામાં( Banaskantha) ખાતર બિયારણની(Seeds) દુકાનો પર કૃષિ વિભાગે દરોડા પાડયા છે. જેમાં 6600 કિલો બિયારણનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે .જેમાં ડુપ્લીકેટ તેમજ ભેળસેળ યુક્ત ખાતર બિયારણનું વેચાણ અટકાવવા તપાસ કરવામાં આવી છે. જેમાં જિલ્લામાં 6600 કિલો બિયારણ અને 25 લીટર જંતુનાશક દવાનો જથ્થો સીઝ કરાયો છે. જેમાં 307 ડીલરોને ત્યાં તપાસ કરી બિયારણ અને જંતુનાશક દવાના 59 સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલાયા છે. તેમજ અચાનક કૃષિ વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.
આ ઉપરાંત, બનાસકાંઠાના પાલનપુરમાંથી ઝડપાયેલા ખાતર કૌભાંડમાં કૃષિ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ડીસાના કૃષિવિભાગે સબસિડીવાળા ખાતરનું બારોબાર ખાનગી એકમોને વેચાણ કરનાર જય ગોગા એગ્રો સેન્ટરનું લાયસન્સ રદ કર્યું છે.. મહત્વનું છે કે સરકારી સબસિડીવાળા ખાતરનું વેચાણ ખેડૂતોને કરવાનું હોય છે.. તેની જગ્યાએ સીધુ જ ખાનગી એકમોને વેચાણ કરવામાં આવતું હતું.. પોલીસે જગાણા નજીકના ખાનગી ગોડાઉનમાંથી 308 જેટલા સબસિડીવાળા ખાતરના કટ્ટા જપ્ત કર્યા હતા.