Breaking News: બનાસકાંઠા GIDC માંથી મળ્યું ભેળસેળ યુક્ત મરચુ, 6 લાખની કિંમતનો જથ્થો જપ્ત, ફોજદારી કોર્ટમાં દાખલ કરાયો કેસ

ગાંધીનગરમાં બનાસકાંઠા GIDC માંથી ભેળસેળ યુક્ત મરચુ મળી આવ્યું છે. રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી છે. ખાદ્ય મસાલાઓમાં ભેળસેળ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે. અંદાજે 6 લાખની કિંમતનો 2100કિલો જથ્થો જપ્ત કરાયો છે.

Breaking News: બનાસકાંઠા GIDC માંથી મળ્યું ભેળસેળ યુક્ત મરચુ, 6 લાખની કિંમતનો જથ્થો જપ્ત, ફોજદારી કોર્ટમાં દાખલ કરાયો કેસ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2023 | 5:56 PM

બનાસકાંઠા GIDC માંથી ભેળસેળ યુક્ત મરચુ મળી આવ્યું છે. વેપારી મરચામાં કલરની ભેળસેળ કરે છે તેવી બાતમીનાં આધારે રેડ પાડી હતી. મોઢેશ્વરી ફુડ પ્રોડકટસ એફ.એસ.એસ.એ.આઇ લાયસન્સ ધરાવે છે. પાલનપુરની સ્થાનિક ફૂડ ટીમ દ્વારા મરચાં પાવડરનુ ઉત્પાદન કરતું હતું. અંદાજે 6 લાખની કિંમતનો 2100કિલો જથ્થો જપ્ત કરાયો છે.

અગાઉ ડીસા ખાતે તપાસ દરમિાન હરેક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ માંથી રૂ.46,440 કિંમતનો 260 કિ.ગ્રામ જથ્થો તેમજ જય ગોગા ગૃહ ઉદ્યોગમાંથી પણ રૂ 11200 કિંમતનો 30 કિ.ગ્રામ જથ્થો સિઝ કરાયો છે. આ નમૂનામાં Non permitted oil soluble pink and orange colour તેમજ ઘઉંના લોટની ભેળસેળ જોવા મળી છે. જેની સામે ફોજદારી કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ખોરાક ઔષધનિયમન કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જીવનજરૂરી ખાદ્યચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે બનાસકાંઠા જી.આઈ.ડી.સી ખાતેથી અંદાજે છ લાખ રૂપિયાનો ભેળસેળ યુકત મરચાનો આશરે 2100 કિલોગ્રામ જથ્થો જપ્ત કરાયો છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

કોશિયા એ ઉમેર્યું કે, તાજેતરમાં પાલનપુરની સ્થાનિક ફૂડ ટીમ દ્વારા સંયુક્ત રીતે મરચાં પાવડરનો શંકાસ્પદ જથ્થો બનાસકાંઠા જી.આઇ.ડી.સી ખાતેથી નિલેશભાઇ ગોપાલદાસ મોદી દ્વારા પાસેથી પ્રાથમિક તપાસ દરમિયાન સ્થળ ઉપર શંકાસ્પદ મરચાં પાવડરનુ ઉત્પાદન થતું જોવા મળી આવ્યું હતું. આ વેપારી મે. મોઢેશ્વરી ફુડ પ્રોડકટસ નામે આ જગ્યા પર એફ.એસ.એસ.એ.આઇ લાયસન્સ ધરાવે છે અને મસાલાનો ધંધો /વેપાર કરે છે.

આ પણ વાંચો : Breaking News : આયુષ્યમાન યોજનામાં ગેરરીતિ બદલ 9 હોસ્પિટલ સસ્પેન્ડ અને 1 બ્લેકલિસ્ટ

આ વેપારી મરચા માં કલર ની ભેળસેળ કરે છે તેવી તંત્ર ને મળેલ બાતમી નાં આધારે રેડ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવેલ ટેસ્ટીંગ કીટની મદદ થી સ્થળ ઉપર ચકાસણી કરતા મરચામાં કલરનું ભેળસેળ હોવાનું જણાયું હતું.આ દેશી લુઝ મરચુ પાઉડરનો નમૂનો લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે,જ્યારે બાકીનો અંદાજીત કિંમત રૂ. 6 લાખની કિંમતનો આશરે 2100 કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">