Gujarat weather : રાજ્યના 13 શહેરમાં ગરમી 40 ડિગ્રીને પાર, સૌથી વધુ તાપમાન અમદાવાદમાં નોંધાયું, જુઓ Video

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં મંગળવારે સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 44 ડિગ્રી નોંધાયું હતુ. રાજ્યના 13 શહેરો એવા હતા કે જ્યાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર પહોંચી ગયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2023 | 9:07 AM

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં મંગળવારે સૌથી વધુ તાપમાન અમદાવાદમાં   ( Ahmedabad ) 44 ડિગ્રી નોંધાયું હતુ. રાજ્યના 13 શહેરો એવા હતા કે જ્યાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર પહોંચી ગયો હતો. પાટણ, પંચમહાલ અને ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. તો રાજકોટ અને છોટાઉદેપુરમાં 42.5 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતુ.

આ પણ વાંચો : Ahmedabad મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પુરજોશમાં, મહારાષ્ટ્રમાં પણ 99.75 ટકા જમીનનું સંપાદન પૂર્ણ

રાજ્યમાં અંગ દઝાડતી ગરમીની આગાહી

આગામી પાંચ દિવસ ગુજરાતની પ્રજાને અંગ દઝાડતી ગરમીનો કરવો પડશે સામનો કરવો પડશે. રાજ્યમાં ગરમીને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેશે. સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ દરમિયાન 2થી 3 ડિગ્રી સુધી તાપમાનનો પારો વધી શકે છે. તો અમદાવાદમાં ગરમીને લઇ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

આગામી પાંચ દિવસે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી શકે છે. ઉત્તર પશ્ચિમી પવનોના કારણે તાપમાનમાં વધારો થશે. તો ગરમીને લઇ હવામાન વિભાગે લોકોને બપોરના સમયે કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">