Breaking News: વલસાડમાં GIDCમાં ચીમનીમાં કામ કરવા ચઢેલા 2 કામદારો નીચે પટાકાયા, 1નું મોત, ફૂલવાડી ધામણી માર્ગ ઉપર લકઝરી બસ પલટી
બાબુભાઇ લખમણભાઈ દુબરા અને અખિલેશ નામના બે કામદારો નીચે પટકાયા હતા. તે પૈકી સારવાર દરમિયાન બાબુભાઈ લખમણભાઈનું મોત થયું હતું.
વલસાડ જિલ્લાના સરીગામ GIDC વિસ્તારમાં કોરોમંડલ કંપનીની ચીમનીમાં મેઇન્ટેનન્સનું કામ કરવા ચીમની ઉપર ચઢેલા બે કામદારો પૈકી 1ના મોતની ઘટના સામે આવી છે.
બાબુભાઇ લખમણભાઈ દુબરા અને અખિલેશ નામના બે કામદારો નીચે પટકાયા હતા. તે પૈકી સારવાર દરમિયાન બાબુભાઈ લખમણભાઈનું મોત થયું હતું. બંને કામદારો ને વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાવામાં આવ્યા હતા. ભીલાડ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
આ ઘટનામાં પોલીસ વધુ તપાસ હાથ ધરી છે કે ચીમનીના મેઇન્ટેનન્સના કામ માટે ચઢેલા કામદારોના મોત કેવી રીતે થયા
ધરમપુરના ફૂલવાડી ધામણી માર્ગ ઉપર ખાનગી બસ પલટી
તો બીજી તરફ વલસાડના ધરમુપરમાં ફૂલવાડી ધામણી માર્ગ ઉપર ખાનગી બસે પલટી ખાધી હતી. આ બસ પંજાબથી બેંગ્લોર જઈ રહી હતી. આ બસે પલટી ખાતા બસ ટાલક અને ક્લિનરઇજાગ્રસ્ત થયા હતા જેમને સ્થાનિક લોકોએ બાહર કાઢીને 108 દ્વારા ધરમુપર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપ્યા હતા.