AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં 138મી OSCC ની હાઈ લેવલ બેઠક, સમુદ્રમાં ભારતની સુરક્ષા માટે અભેદ્ય બનાવવાની તૈયારી

અમદાવાદમાં યોજાયેલી 138મી OACC બેઠકમાં દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ચર્ચા થઈ. બેઠકમાં આતંકવાદ, સાયબર સુરક્ષા, ગુપ્તચર તંત્ર અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન વધારવા જેવા મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું.

અમદાવાદમાં 138મી OSCC ની હાઈ લેવલ બેઠક, સમુદ્રમાં ભારતની સુરક્ષા માટે અભેદ્ય બનાવવાની તૈયારી
Breaking News 138th OACC Meeting Held in Ahmedabad Gujarat to Strengthen India’s Security SystemImage Credit source: X
| Updated on: May 22, 2026 | 9:31 AM
Share

ભારતની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદમાં 138મી ઑફશોર સિક્યુરિટી કોઓર્ડિનેશન કમિટી (OSCC)ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ હાઈ લેવલ બેઠકની અધ્યક્ષતા ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશક પરમેશ શિવમણીએ કરી હતી. બેઠકમાં ભારતીય નૌસેના, વાયુસેના, ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય, ONGC સહિત અનેક સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

બેઠક દરમિયાન સમુદ્રમાં આવેલા ભારતના ઑફશોર તેલ અને ગેસ પ્લેટફોર્મની સુરક્ષા વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. ઉપરાંત ડ્રોન આધારિત હુમલાઓ, નવી ટેક્નોલોજીથી ઊભા થતા ખતરાઓ અને બદલાતા સુરક્ષા પડકારો પર પણ ગંભીર ચર્ચા થઈ હતી.

અંડમાન-નિકોબાર પર થઈ ચર્ચા

અધિકારીઓએ ખાસ કરીને અંડમાન-નિકોબાર વિસ્તારમાં વધી રહેલી દરિયાઈ ગતિવિધિઓ અને હિંદ મહાસાગરમાં બદલાતા વ્યૂહાત્મક માહોલને ધ્યાનમાં રાખીને દેખરેખ વ્યવસ્થા વધુ સશક્ત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે વધુ સારો તાલમેલ, ઝડપી માહિતી વહેંચણી અને સંયુક્ત કાર્યવાહી કરવાની ક્ષમતા વધારવામાં આવશે, જેથી કોઈપણ સંભવિત ખતરાનો ઝડપથી સામનો કરી શકાય.

Breaking News 138th OACC Meeting Held in Ahmedabad Gujarat to Strengthen India’s Security System

Breaking News 138th OACC Meeting Held in Ahmedabad Gujarat to Strengthen India’s Security System

સમુદ્ર સુરક્ષાને અભેદ્ય બનાવવાનો રોડમૅપ

અમદાવાદમાં યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં ડ્રોન હુમલા, સમુદ્રી આતંકવાદ, અંડરવોટર સબોટાજ, સાયબર ખતરાઓ અને ઑફશોર તેલ-ગેસ સંસ્થાઓની સુરક્ષા જેવા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી. સાથે જ હિંદ મહાસાગર વિસ્તારમાં વધી રહેલા વ્યૂહાત્મક દબાણ અને સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખીને ભવિષ્યની સુરક્ષા રણનીતિ તૈયાર કરવામાં આવી.

ભારતીય કોસ્ટ ગાર્ડ, નૌસેના, વાયુસેના અને ગુપ્તચર એજન્સીઓએ મળીને આધુનિક દરિયાઈ સુરક્ષા માળખું વધુ મજબૂત બનાવવા માટે માર્ગદર્શન તૈયાર કર્યું. બેઠકમાં AI આધારિત મેરિટાઈમ ડોમેન અવેરનેસ, હાઈ-ટેક સર્વેલન્સ સિસ્ટમ, મલ્ટી એજન્સી કોઓર્ડિનેશન અને સંયુક્ત ઓપરેશન ક્ષમતાઓ વધારવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું.

રાષ્ટ્રીય સુરક્ષામાં સમુદ્રી સુરક્ષાનું વધતું મહત્વ

વિશ્વભરમાં વધતા ભૂરાજકીય તણાવ અને ટેક્નોલોજી આધારિત ખતરાઓ વચ્ચે ભારત હવે પોતાની દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ આધુનિક અને સક્ષમ બનાવવા તરફ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં સમુદ્રી સુરક્ષા ભારતની રાષ્ટ્રીય સુરક્ષા નીતિનો સૌથી મહત્વપૂર્ણ સ્તંભ બની શકે છે.

અમદાવાદમાં યોજાયેલી 138મી OSCC બેઠકને ભારતની ભવિષ્યલક્ષી સુરક્ષા રણનીતિ માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

Social Media: X પર એકાઉન્ટ કેમ થાય છે Suspend અને ક્યારે થાય છે Withheld? બંને વચ્ચેનો મુખ્ય તફાવત સમજો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">