AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Social Media: X પર એકાઉન્ટ કેમ થાય છે Suspend અને ક્યારે થાય છે Withheld? બંને વચ્ચેનો મુખ્ય તફાવત સમજો

‘કોકરોચ જનતા પાર્ટી’ના X એકાઉન્ટ પર ભારતમાં Withheld કાર્યવાહી થયા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ બની છે. ઘણા લોકો જાણવા માંગે છે કે X પર કોઈ એકાઉન્ટ Suspend ક્યારે થાય છે અને Withheldનો અર્થ શું હોય છે. જાણો બંને વચ્ચેનો મોટો તફાવત અને સંબંધિત નિયમો.

Social Media: X પર એકાઉન્ટ કેમ થાય છે Suspend અને ક્યારે થાય છે Withheld? બંને વચ્ચેનો મુખ્ય તફાવત સમજો
Difference Between X Withheld and Suspend Explained After Cockroach Janata Party Account BanImage Credit source: AI Generated
| Updated on: May 22, 2026 | 8:18 AM
Share

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર છેલ્લા કેટલાક દિવસોથી “કોકરોચ જનતા પાર્ટી” નામ ખૂબ જ ચર્ચામાં છે. ખાસ કરીને યુવાઓ અને Gen Z યુઝર્સ વચ્ચે આ પેજ ઝડપથી વાયરલ બન્યું હતું. માત્ર ચાર દિવસમાં જ લાખો ફોલોવર્સ મેળવ્યા બાદ હવે આ એકાઉન્ટ પર ભારતમાં કાર્યવાહી થતા લોકોમાં એક નવો સવાલ ઊભો થયો છે- આખરે X પર “વિથહેલ્ડ ” અને “સસ્પેન્ડ ”માં શું ફરક હોય છે?

ઘણા યુઝર્સે નોંધ્યું કે “કોકરોચ જનતા પાર્ટી”નું X એકાઉન્ટ ભારતમાં ખુલતું નહોતું, જ્યારે અન્ય દેશોમાં તે હજુ પણ એક્ટિવ દેખાતું હતું. આ સ્થિતિને “વિથહેલ્ડ” કહેવામાં આવે છે. એટલે કે એકાઉન્ટ સંપૂર્ણ રીતે ડિલીટ અથવા બંધ થતું નથી, પરંતુ ચોક્કસ દેશમાં તેને જોવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.

X પર ‘વિથહેલ્ડ’નો અર્થ શું?

જ્યારે કોઈ દેશની સરકાર અથવા કોર્ટ Xને કાનૂની આદેશ આપે છે, ત્યારે પ્લેટફોર્મ તે કન્ટેન્ટ અથવા એકાઉન્ટને માત્ર તે દેશમાં બ્લોક કરે છે. ભારતમાં આ પ્રક્રિયા સામાન્ય રીતે IT Actની કલમ 69A હેઠળ થાય છે. જો સરકારને લાગે કે કોઈ એકાઉન્ટ દેશના કાયદા, સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા માટે નુકસાનકારક છે, તો તે Xને નોટિસ મોકલી શકે છે.

ત્યારબાદ X તે એકાઉન્ટને ભારતમાં “વિથહેલ્ડ” કરી દે છે. આવી સ્થિતિમાં ભારતીય યુઝર્સને મેસેજ દેખાય છે કે “કાનૂની માંગના જવાબમાં ભારતમાં રોકાયેલ ખાતું.” જોકે, દુનિયાના અન્ય દેશોમાં તે જ એકાઉન્ટ સામાન્ય રીતે ચાલુ રહે છે.

X પર ‘સસ્પેન્ડ’ ક્યારે થાય છે?

બીજી તરફ, “સસ્પેન્ડ”નો નિર્ણય સીધો X કંપની દ્વારા લેવામાં આવે છે. જ્યારે કોઈ એકાઉન્ટ પ્લેટફોર્મના નિયમોનો ભંગ કરે છે, ત્યારે તેને તાત્કાલિક અથવા કાયમી રીતે સસ્પેન્ડ કરી શકાય છે.

સ્પામ ફેલાવવું, નકલી એકાઉન્ટ ચલાવવું, હેટ સ્પીચ, હિંસા માટે ઉશ્કેરણી, કૉપિરાઇટનું ઉલ્લંઘન અથવા બાળ સુરક્ષા સંબંધિત નિયમોનો ભંગ જેવી બાબતો માટે X કડક કાર્યવાહી કરે છે. જો વારંવાર નિયમોનો ભંગ થાય તો એકાઉન્ટને કાયમી સસ્પેન્શન પણ મળી શકે છે.

સસ્પેન્ડ થયેલું એકાઉન્ટ દુનિયાના કોઈપણ દેશમાં દેખાતું નથી. પ્રોફાઇલ પર “એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું”નો મેસેજ જોવા મળે છે અને તે સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ જાય છે.

બંને વચ્ચેનો મુખ્ય તફાવત

સરળ ભાષામાં સમજીએ તો “વિથહેલ્ડ” એ દેશ-વિશેષ પ્રતિબંધ છે, જ્યારે “સસ્પેન્ડ” વૈશ્વિક પ્રતિબંધ છે. વિથહેલ્ડમાં સરકાર અથવા કોર્ટની ભૂમિકા હોય છે, જ્યારે સસ્પેન્ડનો નિર્ણય X પોતાની નીતિઓ મુજબ લે છે.

“કોકરોચ જનતા પાર્ટી”ના કેસ બાદ આ બંને શબ્દો ફરી ચર્ચામાં આવ્યા છે અને સોશિયલ મીડિયા યુઝર્સ હવે પ્લેટફોર્મના નિયમોને વધુ નજીકથી સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.

22 મેના મહત્વના સમાચાર : ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીનો પ્રકોપ, દિલ્લી સહિત અનેક રાજ્યોમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર

Follow Us
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">