Botad : જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ તેજ, અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક

|

Jun 28, 2022 | 9:22 AM

રથયાત્રાને પગલે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ(Botad Police)  કાફલો જોડાયો હતો.

Botad : જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ તેજ, અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક
Jagannath Rathyatra 2022

Follow us on

બોટાદના ગઢડામાં (gadhada) ભગવાન જગન્નાથજીની રથયાત્રાની(Jagannath Rathyatra)  ઉત્સાહપૂર્વક તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ(Botad Police)  કાફલો જોડાયો હતો.ગઢડાની 29મી રથયાત્રાના તમામ રૂટ (Rathyatra Route) પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ કોઇપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેની પૂરતી તકેદારી રાખવામાં આવી છે.

ભાવનગરમાં આ વખતની રથયાત્રા છે ખાસ

ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથની 34મી રથયાત્રાને (Rathyatara 2022) લઇ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે..શહેરના (Bhavnagar) જાહેર માર્ગો અને રથયાત્રાના રૂટને 17 હજાર ધજાથી શણગારવામાં આવ્યો છે.સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયાઓના 23 કટ આઉટ લગાવાયા છે.આ સિવાય ભગવાનનો રથ પણ તૈયાર થઈ રહ્યો છે. તો વાઘા પણ તૈયાર થઈ ગયા છે. રથયાત્રા 17.5 કિલોમીટરના રૂટમાં અલગ અલગ પોઇન્ટ પર 23 કટાઉટ લગાવવામાં આવ્યા છે.ઉપરાંત રથયાત્રા રૂટ પર 70 કમાન ગેટ ગોઠવવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ રથયાત્રાના રૂટ અને શહેરના જાહેર રસ્તા પર કુલ 17 હજારથી પણ વધારે ધજા લગાડવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસની સઘન સુરક્ષા

તો બીજી તરફ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસે પણ તમામ પ્રકારની સુરક્ષા(Safety)  કરી લીધી છે.પોલીસ વિભાગ દ્વારા રથયાત્રા માટે 15 ડીવાયએસપી, 40 પીઆઇ, 150 પી.એસ.આઇ, 3 હજાર પોલીસ કોન્સ્ટેબલ અને 2 હજાર હોમગાર્ડ જવાનો જવાનોની માંગણી કરાઇ છે. અને હાલમાં પોલીસ શહેરમાં સઘન ચેકિંગ કરી રહી છે.

Next Article