AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Botad: મુખ્યમંત્રીના હસ્તે 297.56 કરોડના કામોનું ઈ- લોકાર્પણ, પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે આજથી 2 દિવસ ભૂપેન્દ્ર પટેલ બોટાદની મુલાકાતે

માર્કેટિંગ યાર્ડ ખાતે કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. માર્કેટિંગ યાર્ડ ખાતે મુખ્યમંત્રીના હસ્તે 297.56 કરોડના કામોનું ઈ- લોકાર્પણ, ખાત મુહૂર્ત તેમજ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લાના રમતવીરો માટે 15.47 કરોડના ખર્ચે બનનાર સ્પોર્ટ્સ સંકુલનું મુખ્યમંત્રીએ ઈ-ખાત મુહૂર્ત કર્યું હતું.

Botad: મુખ્યમંત્રીના હસ્તે 297.56 કરોડના કામોનું ઈ- લોકાર્પણ, પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે આજથી 2 દિવસ ભૂપેન્દ્ર પટેલ બોટાદની મુલાકાતે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોટાદમાં કર્યું અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2023 | 2:21 PM
Share

આવતતીકાલે રાજ્યકક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી બોટાદ જિલ્લામાં થવાની છે. આજથી બે દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજયપાલ આચાર્ય દેવવ્રત બોટાદની મુલાકાતે છે. બોટાદ ખાતે રાજ્યકક્ષાનો 74મા પ્રજાસતાક પર્વની ઉજવણી થશે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં માર્કેટિંગ યાર્ડ ખાતે કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ  કરવામાં આવ્યું હતું.

બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે મુખ્યમંત્રીના હસ્તે 297.56 કરોડના કામોનું ઈ- લોકાર્પણ, ખાત મુહૂર્ત તેમજ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લાના રમતવીરો માટે 15.47 કરોડના ખર્ચે બનનાર સ્પોર્ટ્સ સંકુલનું મુખ્યમંત્રી ઈ- ખાત મુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં  બોટાદના ધારાસભ્ય સહિત આગેવાનો સહિત  શહેરના નાગરિકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

સાંજે 6 વાગ્યે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રિકોણી ખોડિયાર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમ અંગે જિલ્લા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેમજ  પ્રજાસતાક પર્વની ઉજવણી માટેના  રિહર્સલ પણ કરવામાં આવ્યા હતા.

જિલ્લામાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ જનમેદની સંબોધતાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સંતો અને કવિઓની ભૂમિ બોટાદ પણ હવે વિકાસના નક્શામાં ઉભરી રહ્યું છે. સ્પોર્ટ્સ ક્ષેત્રે જ્યાં તક નહોતી ત્યાં તક ઊભી કરવાનું કામ આપણી સરકારે કર્યું છે. બોટાદમાં બનનાર સ્પોર્ટ્સ સંકુલ આવી ઘણી નવી તકો સર્જન કરશે, એવો આશાવાદ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. ભારત આ વર્ષે જી-20 સમિટનું યજમાની કરી રહ્યું છે. જી-20ના 15 કાર્યક્રમમાં ગુજરાતમાં પણ યોજાશે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી દેશ અમૃત કાળમાં પ્રવેશી ચૂક્યો છે ત્યારે આ અમૃતકાળમાં જ ભારત વિકસિત રાષ્ટ્ર બને અને તે માટે આપણે ગુજરાતને પણ વધુને વધુ વિકસિત બનાવવા પ્રયાસો કરીએ, એવું તેમણે આહવાન કર્યું હતું.

જિલ્લા કલેકટર બીજલ શાહે જણાવ્યું હતું કે બોટાદ જિલ્લો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વિસીઝ બંને આયમોમાં સતત પ્રગતિ કરી રહ્યો છે વહીવટી તંત્ર બોટાદ જિલ્લાની 7.5 લાખની જનતા માટે યોજનાકીય લાભો પહોંચાડવા સતત તત્પર છે. વર્ષ 2022માં 700 દિવ્યાંગોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા, જ્યારે જાન્યુઆરી માસના 24  દિવસમાં 349 દિવ્યાંગોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વારસાઈ નોંધોમાં પણ ગયા વર્ષે 1614 નોંધો લેવાઈ હતી ત્યારે જાન્યુઆરી માસના 24  દિવસમાં સુઓમોટો વારસાઈ ઝુંબેશ હેઠળ 587 નોંધો પાડવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">