Botad: બોલો આ તો શાળા છે પેટ્રોલ -ડીઝલનો પંપ ! શાળામાંથી 8 હજાર લિટરની ડીઝલની ટેન્ક મળી આવતા તંત્ર ઉંઘમાંથી જાગ્યુ

|

Jun 22, 2022 | 9:24 AM

બોટાદ (Botad) જિલ્લાની આર.એ.કળથિયા શાળામાંથી 8,હજાર લિટર ડીઝલની ટેન્ક મળી આવતા મામલતદાર સહિતનું તંત્ર દોડતું થઈ ગયું હતું. અહીં ટેન્ક કોણે બનાવી તે અંગે મોટા પ્રશ્નો ઉભા થયા છે.

Botad: બોલો આ તો શાળા છે પેટ્રોલ -ડીઝલનો પંપ ! શાળામાંથી 8 હજાર લિટરની ડીઝલની ટેન્ક મળી આવતા તંત્ર ઉંઘમાંથી જાગ્યુ

Follow us on

બોટાદ  (Botad) જિલ્લાની  આર.એ.કળથિયા શાળાના (School) પરિસરમાં જ  8 હજાર લિટરની ક્ષમતા ધરાવતી ડીઝલ ટેન્ક (Diesel Tank) બની હોવાની બાબત પ્રકાશમાં આવતા મામલતદાર સહિત જિલ્લાનું તંત્ર દોડતું થઈ ગયું હતું. આ ઘટનામાં બોટાદ જિલ્લાની આર.એ.કળથિયા સ્કૂલમાંથી 8 હજાર લિટરની ડીઝલ ભરવાની ટેંક મળી આવતા મામલતદાર દોડતા થયા હતા. શાળાના પરિસરમાં જ ડીઝલ ટેંક બનાવવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થતા મામલતદાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને 3 હજાર જેટલો ડીઝલનો જથ્થો જપ્ત કરી ડીઝલ ટેન્ક સીલ કરી હતી. મામલતદારે  જણાવ્યું હતું કે આ ડીઝલ ટેન્ક બનાવવા કોઈ મંજૂરી માંગવામાં આવી નથી માટે તે  ગેરકાયદે છે.

જોકે આ મુદ્દે પ્રશ્ન એ ઉઠ્યો છે કે શાળાના પરિસરમાં અસંખ્ય બાળકો અભ્યાસ કરતા હોય ત્યારે શાળાના પ્રાંગણમાં જ ડીઝલ ટેન્ક બનાવાવની મંજૂરી કોણે આપી? અને શાળા કાર્યરત છે ત્યારે શા માટે સેંકડો બાળકોના જીવને જોખમમાં મૂકવામાં આવ્યો છે. આ સમગ્ર મુદ્દે બોટાદ મામલતદારે તપાસના આદેશ આપ્યા છે. સાથે જવાબદાર લોકો સામે  કાયદાકીય પગલાં લેવાની પણ ખાતરી આપી છે. હવે એ જોવું રહ્યું કે આ ઘટનાની  તપાસના તાર ક્યાં સુધી લંબાય છે અને  અને કોની રહેમનજરહેઠળ આટલી મોટી ટેન્ક બનાવવામાં આવી છે?

ટ્રસ્ટીઓએ કહ્યું કે એ.સી. માટે જરૂરી છે ડીઝલ

આ સમગ્ર ઘટનામાં ટ્રસ્ટીઓએ લૂલો બચાવ કરતા કહ્યું હતું કે શાળા સંપૂર્ણપણે એરકન્ડિશનરની સુવિધા ધરાવે છે. ત્યારે એ.સી. ચલાવવા માટે વધારે ડીઝલની જરૂર પડે છે. માટે અહીં ટેન્ક બનાવવામાં આવી છે. જોકે શાળામાં ડીઝલની ટેન્ક બનાવવી કેટલી યોગ્ય છે તે અંગે મોટા સવાલો ઉભા થયા છે. સાથે જ શાળાની બસ માટે પણ  ડીઝલની જરૂર પડતી હોવાથી  અહીં ટેન્ક બનાવવામાં આવી  હોવાની બાબત પણ જણાવી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

Published On - 9:22 am, Wed, 22 June 22

Next Article