Botad: જોખમી સવારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, જુઓ Video

|

May 31, 2022 | 3:31 PM

ગુજરાતમાં (Gujarat) દરરોજ અસંખ્ય અકસ્માત (Road accidents) થતા હોય છે. અનેક અકસ્માતોમાં લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે આ વીડિયો અકસ્માતોના કારણોની જાણે ચાડી ખાતો હોય તેવુ લાગી રહ્યુ છે.

સોશિયલ મીડિયામાં (social media) હાલ એક મોતની સવારીનો વીડિયો વાયરલ (Video viral) થઇ રહ્યો છે. જેમાં જીવના જોખમે લોકો મોતની સવારી કરી રહ્યાં હોવાનું જોવા મળી રહ્યુ છે. આ વીડિયોમાં જીપમાં મોટી સંખ્યામાં લોકો બેઠા હોવાનું જોવા મળી રહ્યુ છે. જીવના જોખમે લોકો મોતની સવારી કરી રહ્યાં હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. પહેલી વાર તો તમને જોતા એવું લાગતુ હતુ કે આ દ્રશ્યો છોટાઉદેપુર કે, કવાંટના છે. પરંતુ આ દ્રશ્યો બરવાળા અમદાવાદ હાઈવે પર બોટાદનો (Botad) હોવાનું સામે આવ્યુ છે. જેમાં ઓવરલોડ મુસાફર ભરીને જીપ જઇ રહી છે.

ગુજરાતમાં દરરોજ અસંખ્ય અકસ્માત (Road accidents) થતા હોય છે. અનેક અકસ્માતોમાં લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે આ વીડિયો અકસ્માતોના કારણોની જાણે ચાડી ખાતો હોય તેવુ લાગી રહ્યુ છે. બોટાદના આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે તે જીપ ચાલક જોખમી રીતે મુસાફરોને વાહન ઉપર બેસાડીને લઈ જઇ રહ્યો છે. ટ્રાફિકના નિયમો પ્રમાણે આમ તો ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની હોય છે. પરંતુ અહીં ટ્રાફિક પોલીસના જવાનો આવા વાહનચાલકો પાસેથી પૈસા ઉઘરાવતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વાયરલ વીડિયોને જોઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. સવાલ એ થઇ રહ્યો છે કે જો આટલા મુસાફરો લઇ જવાની ઘટનામાં સહેજ પણ ચૂક થાય તો અનેક લોકોના મોત થઇ શકે છે. ત્યારે ટ્રાફિક પોલીસ આવા વાહન ચાલકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે તે જરૂરી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Published On - 3:30 pm, Tue, 31 May 22

Next Article