ગુજરાતમાં કથિત લઠ્ઠાકાંડમાં તપાસનો ધમધમાટ, SIT ની ટીમ રોજીદ ગામ પહોંચી

| Edited By: | Updated on: Jul 26, 2022 | 9:01 PM

ગુજરાત(Gujarat) સરકાર દ્વારા બોટાદના કથિત લઠ્ઠાકાંડની ઘટનાની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે. જેમાં SITના સભ્યો, એસ.એમ.સીનાં એસપી નિર્લિપ્ત રોય, રેન્જ આઇજી અશોક યાદવ, બોટાદ એસપી કરણરાજસિંહ વાઘેલા સહિતના અધિકારીઓ રોજીદ ગામ પહોંચ્યા છે.

ગુજરાતના(Gujarat)  બોટાદમાં સર્જાયેલા કથિત લઠ્ઠાકાંડમાં(Hooch Tragedy)  36 લોકોના મોત થયા છે. જેના પગલે સરકાર અને પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં સરકાર દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે. જેમાં SITના સભ્યો, એસ.એમ.સીનાં એસપી નિર્લિપ્ત રોય, રેન્જ આઇજી અશોક યાદવ, બોટાદ એસપી કરણરાજસિંહ વાઘેલા સહિતના અધિકારીઓ રોજીદ ગામ પહોંચ્યા છે. એસઆઇટી દ્વારા સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ ઝડપથી સમગ્ર ઘટનાનો અહેવાલ સોંપવામાં આવશે.

આ દરમ્યાન આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં 10 લોકોના બ્લડ ટેસ્ટના રિપોર્ટ સામે આવ્યા છે. જેમાં 10માંથી એક પણ રિપોર્ટમાં દારૂનું તત્વ મળ્યું નથી. તેમજ લોહીમાં સીધું જ મિથેનોલ જોવા મળ્યું છે. જેના પગલે એક થીયરી મુજબ પાણીમાં જ કેમિકલ ભેળવીને દારૂનું નામ આપવામાં આવ્યું હોવાનો ખુલાસો છે. તેથી પોલીસ હવે તેને લઠ્ઠાકાંડ નહીં પણ કેમિકલ કાંડ ગણાવી રહી છે

Published on: Jul 26, 2022 08:03 PM