BOTAD : ગઢડાના પાટણા ગામના વિદ્યાર્થીઓનો ચક્કાજામ, એસટી બસના સ્ટોપેજ બાબતે વિરોધ
પાટણા ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અપડાઉન કરે છે. પરંતુ, એસટી બસની અનિયમિતતા અને બસનું સ્ટોપેજ ન મળતા નારાજગી વ્યાપી છે. આ મામલે વિદ્યાર્થીઓ ઉપરી અધિકારીઓને અનેકવાર રજુઆતો કરી ચુકયા છે.
બોટાદ જિલ્લાના ગઢડાના પાટણા ગામે વિદ્યાર્થીઓએ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. પાટણા ગામમાં ST બસનો સ્ટોપેજ નથી જેને લઈ અવાર-નવાર રજૂઆતો કરાઈ છે. તેમ છતા ST તંત્રએ ગામમાં બસનો સ્ટોપેજ આપ્યો નથી. જેના પગલે વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવતા રસ્તા પર ઉતરી ચક્કાજામ સર્જયો હતો. 140 જેટલા વિદ્યાર્થીઓએ અડધા કલાક સુધી ચક્કાજામ કર્યો હતો. બાદમાં ST વિભાગને તાત્કાલીક ધોરણે બસ મોકલવાની ફરજ પડી હતી.
નોંધનીય છેકે પાટણા ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અપડાઉન કરે છે. પરંતુ, એસટી બસની અનિયમિતતા અને બસનું સ્ટોપેજ ન મળતા નારાજગી વ્યાપી છે. આ મામલે વિદ્યાર્થીઓ ઉપરી અધિકારીઓને અનેકવાર રજુઆતો કરી ચુકયા છે. પરંતુ તંત્રના બહેરા કાને વિદ્યાર્થીઓની વાત સંભળાતી નથી. જેને લઇને આજે વિદ્યાર્થીઓએ આક્રમક વલણ અપનાવ્યું હતું. અને, પોતાની માગણીઓના અનુસંધાને વિદ્યાર્થીઓએ રોડ ચક્કાજામ કર્યો હતો. અને પોતાના પ્રશ્નોને વાચા આપી હતી. ત્યારે હવે જોવું રહ્યું કે વિદ્યાર્થીઓના આંદોલનની તંત્ર પર કેવી અસર કરે છે. અને, વિદ્યાર્થીઓને ન્યાય મળે છેકે નહીં તેની પણ રાહ જોવી રહી.