Botad: ગેસના બાટલામાં આગ લાગ્યાના દ્રશ્યો આવ્યા સામે, મકાન માલિકની સૂઝબૂઝથી દુર્ઘટના ટળી

|

Sep 27, 2021 | 8:01 PM

બોટાદ શહેરમાં એક ઘરમાં ગેસના બાટલાએ આગ પકડી લીધી હતી. બાદમાં મકાન માલિકની સૂઝબૂઝથી દુર્ઘટના થતા અટકી ગઈ હતી.

બોટાદ (Botad) શહેરના છત્રીવાળા વિસ્તારમાં મોટી દુર્ઘટના ટળી છે. વિસ્તારમાં આવેલા એક ઘરમાં ગેસના બાટલાએ (Gas Cylinder fire) આગ પકડી લીધી હતી. ગેસના બાટલામાં આગ લાગતા સૌ કોઈના જીવ તાળવે ચોંટી ગયા. આવી ગભરામણની સ્થિતિમાં પણ મકાન માલિકે સમજદારી બતાવી. અને સમય સૂચકતા વાપરીને ગેસના બાટલાને શેરીમાં ફેંકી દીધો. આપ જોઈ શકો છો કે રસ્તામાં પડેલો ગેસનો બાટલો કેવો સળગી રહ્યો છે. આ ડરામણી ક્ષણે લોકોને જીવ અદ્ધર કરી દીધા હતા.

મકાન માલિકે શેરીમાં ફેંક્યા બાદ પણ રસ્તા વચ્ચે બાટલો લાંબા સમય સુધી સળગતો રહ્યો હતો. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ જો મકાન માલિકે સમય સૂચકતા ન વાપરી હોત તો કદાચ મોટો વિસ્ફોટ પણ થઈ શક્યો હોત. ઘર, ઘરના લોકો તેમજ આડોસ પાડોસમાં પણ નુકસાન થવાનું જોખમ પણ આ ઘટનામાં હતું. જોકે એક મોટી દુર્ઘટના ટળી હતી.

તમને જણાવી દઈએ કે જો ઘરમાં ગેસના બાટલામાં આગ લાગે છે તો ઘરમાં પડેલી કોઈપણ બેડશીટ અથવા ચાદર લો અને તેને પાણીથી ભીની કરો. આ બાદ, આ ભીની બેડશીટને તમારા હાથથી અંદરથી પકડી રાખો કારણ કે જો તમારા હાથ બહાર હશે તો હાથ દાઝી શકે છે. આ પછી, ભીની બેડશીટ કે ચાદરને સિલિન્ડરની આસપાસ ઝડપથી લપેટો, જ્યાંથી આગ નીકળે છે તે ભાગ કવર કરી તો આનાથી આગ બુઝાવી શકાય છે. જો કે આવી સ્થિતિમાં શું કરવું તેના કાર્યક્રમો તંત્ર દ્વારા કરવામાં આવે છે. આવા સમયે જ ધ્યાનથી માહિતી પ્રાપ્ત કરીને તૈયારી રાખવી શ્રેષ્ઠ વિકલ્પ છે.

 

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ, 1 ઓકટોબરથી નોંધણી શરૂ

આ પણ વાંચો: કૃષિપ્રધાન રાઘવજીએ કહ્યું સરકારે અતિવૃષ્ટિની સહાયમાં વધારો કર્યો, હવે ખેડૂતોને નુકસાન સામે સરકાર વળતર આપશે

Next Video