Botad : વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા, કપાસ-મગફળી અને તલ સહિતનો પાક મરણપથારીએ

|

Aug 17, 2021 | 1:51 PM

ગુજરાત રાજ્યમાં ચાલુ વર્ષે મોટાભાગના વિસ્તારમાં વરસાદને લઈ પરીસ્થિતિ ખરાબ છે. જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે. જેથી બોટાદ જિલ્લાના ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

Botad : વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા, કપાસ-મગફળી અને તલ સહિતનો પાક મરણપથારીએ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

Botad : જિલ્લામાં વરસાદ ખેંચાતા જીલ્લાના ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. હાલ ખેતરમાં વાવણી થયેલા પાકને પાણીની ખૂબ જરૂર છે. જો પાણી નહિ મળે તો પાક નિષ્ફળ જશે તેવું ખેડૂતનું નિવેદન છે.તો હાલ વરસાદ નથી પણ 4 કે 5 દિવસમાં જો વરસાદ ન આવે તો ખેતીનો પાક નિષ્ફળ જશે તે વાતથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. આ પંથકમાં મુખ્યત્વે કપાસ,મગફળી,તલ,સોયાબીન તેમજ શાકભાજીની ખેતી કરવામાં આવે છે.

ગુજરાત રાજ્યમાં ચાલુ વર્ષે મોટાભાગના વિસ્તારમાં વરસાદને લઈ પરીસ્થિતિ ખરાબ છે. જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે. જેથી બોટાદ જિલ્લાના ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. અમારી ટીમે જયારે આવા ખેડૂતોની મુલાકાત લીધી તો તેમની સ્થિતિ અંત્યત ચિંતાજનક હતી.

બોટાદ જિલ્લામાં મુખ્યત્વે કપાસ, મગફળી, તલની ખેતી કરવામાં આવે છે. જેમાં જિલ્લામાં કુલ 1 લાખ 37 હજાર હેકટરમાં કપાસનું વાવેતર થયું છે. તો બોટાદ જિલ્લામાં 21 હજાર હેકટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તેમજ જિલ્લામાં 50 હેકટરમાં સોયાબીન તેમજ અન્ય કઠોળ અને શાકભાજીની ખેતી અહીં મુખ્યત્વે કરવામાં આવે છે. ખેડૂતોને આ વર્ષ સારું જશે તેવી આશા હતી. પણ વરસાદ ખેંચાતા હાલ ખેડૂત મુશ્કેલીમાં જિલ્લામાં એવા અનેક ગામડાઓ કે જેવો માત્ર વરસાદ આધારિત ખેતી કરે છે.

સિંચાઈના પાણીની કોઈ વ્યવસ્થા નથી. ત્યારે હાલ વરસાદ ખેંચાતા હવે પાણી ન તળ પણ બોરમાં ઊંડા ઉતરી જવાના કારણે પિયતમાં મુશ્કેલી છે. ત્યારે જો વરસાદ થાય તો સારું નહિતર 4 કે 5 દિવસ બાદ પાક બળી જવાની શક્યતા રહેશે તેવું ખેડૂતોનું માનવું છે.

તો જો પાક નિષ્ફળ જાય તો એક વીઘામાં 30 થી 35 હજાર નું નુકશાન ભોગવવું પડશે. અને જેના કારણે પરિવારનું ગુજરાન ચલાવવામાં ખૂબ મુશ્કેલી પડશે. જિલ્લા ખેતીવાડી અધિકારીને વરસાદ અને પાકની સ્થિતિ વિશે પૂછતાં જણાવ્યું કે જિલ્લામાં હાલ વરસાદ તો નથી પણ પાકની સ્થતિ હાલ સારી છે. જો 15 દિવસ વરસાદ ન આવે ત્યાં સુધી કોઈ તકલીફ નહિ રહે અને બાકી જમીન પર આધાર રહે. તેવું જિલ્લા ખેતીવાડી અધિકારીએ નિવેદન આપ્યું છે.

ચાલુ વર્ષેની વરસાદની વિગત જોઇએ તો,

બોટાદ-12 ઇંચ

બરવાળા-12.5 ઇંચ

ગઢડા- 10.5 ઇંચ

રાણપુર- 7 ઇંચ

ગત વર્ષે પડેલા વરસાદની વિગત જોઇએ તો,

બોટાદ- 43.25 ઇંચ

બરવાળા- 35.25 ઇંચ

ગઢડા- 59 ઇંચ

રાણપુર- 23.25 ઇંચ

Next Article