અમદાવાદની પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, ​​​ચાંદખેડા-ઈસનપુર વોર્ડમાં ભાજપની જીત

|

Oct 05, 2021 | 1:35 PM

ચાંદખેડા વોર્ડમાં ભાજપમાંથી રીના પટેલ જ્યારે કોંગ્રેસમાંથી દિવ્યા રોહિત વચ્ચે મુખ્ય જંગ હતી. તેમજ ઇસનપુર વોર્ડમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર સ્વ.ગૌતમ પટેલના પુત્ર મૌલિક પટેલને ટીકીટ મળી હતી. જ્યારે કોંગ્રેસે ભાવેશ દેસાઈને મેદાનમાં ઉતાર્યા હતા.

અમદાવાદની પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, ​​​ચાંદખેડા-ઈસનપુર વોર્ડમાં ભાજપની જીત
BJP's saffron fluttered in Ahmedabad by-election

Follow us on

રવિવારે અમદાવાદના ચાંદખેડા અને ઈસનપુર વોર્ડમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભગવો લહેરાયો છે. બંને વોર્ડમાં ભાજપના કોર્પોરેટરોની જીત થઈ છે. જેમાં ઈસનપુર વોર્ડમાં ભાજપના મૌલિક પટેલ તથા ચાંદખેડા વોર્ડમાં ભાજપના રીટાબેન પટેલની જીત થઈ છે. નોંધનીય છે કે, એક કોર્પોરેટરે રાજીનામું આપતા અને એક કોર્પોરેટરનું અવસાન થતાં આ બંને સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી.

બંને વોર્ડમાં સરેરાશ 22 ટકા મતદાન થયું હતું
રવિવારે થયેલા મતદાનમાં ચૂંટણી પંચ મુજબ આ બંને વોર્ડની ચૂંટણીમાં સરેરાશ 22 ટકા મતદાન થયું હતું. જેમાં ઈસનપુર વોર્ડમાં 23.60 ટકા જ્યારે ચાંદખેડા વોર્ડમાં 20.32 ટકા મતદાન નોંધાયું હતું. આ બંને વોર્ડની સીટો પર ઈસનપુરમાં 3 અને ચાંદખેડામાં 4 ઉમેદવાર મેદાનમાં હતા.

ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે હતી જંગ
ચાંદખેડા વોર્ડમાં ભાજપમાંથી રીના પટેલ જ્યારે કોંગ્રેસમાંથી દિવ્યા રોહિત વચ્ચે મુખ્ય જંગ હતી. તેમજ ઇસનપુર વોર્ડમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર સ્વ.ગૌતમ પટેલના પુત્ર મૌલિક પટેલને ટીકીટ મળી હતી. જ્યારે કોંગ્રેસે ભાવેશ દેસાઈને મેદાનમાં ઉતાર્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ચાંદખેડા અને ઈસનપુર વોર્ડમાં ચૂંટાયેલા કોર્પોરેટરે રાજીનામું આપતા અને એક કોર્પોરેટરનું અવસાન થતાં બંને સીટ પર પેટાચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ચાંદખેડાની સીટ માટે રવિવારે વહેલી સવારથી જ મતદારોનો ધસારો જોવા મળ્યો હતો. ચાંદખેડા વોર્ડના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રીટાબેન પટેલે દુન બ્લોસમ સ્કૂલમાં પોતાના પરિવારના સભ્યો સાથે મતદાન કર્યું હતું.

ચાંદખેડામાં 24 કેન્દ્રો પર મતદાન થયું હતું
ચાંદખેડા વોર્ડમાં રવિવારે સવારે 7 વાગ્યાથી જ અલગ અલગ 24 કેન્દ્રો પર મતદાન શરૂ થયું હતું. ધીમે ધારે શરૂ થયેલ મતદાને 9 વાગ્યા સુધી ઝડપ પકડી હતી અને મોટા ભાગના કેન્દ્રો પર મોટી સંખ્યામાં મતદારો જોવા મળ્યા હતા. મતદાન કેન્દ્રોમાં કોરોનાની તમામ ગાઈડ લાઈનનું પાલન પણ કરાવવામાં આવ્યું હતું.

ગત ચૂંટણીમાં ઈસનપુરમાં 41 ટકા જેટલું મતદાન થયું
ઇસનપુરમાં કોર્પોરેટર ગૌતમ પટેલના અવસાનથી ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે આ બેઠક પર 100686 મતદારોએ તેમનું ભાવિ નક્કી કર્યું છે. જેમાં 51997 પુરૂષો અને 48689 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, ગત ચૂંટણીમાં ઇસનપુરમાં 41.98 ટકા જેટલું મતદાન થયું હતું.

 

આ પણ વાંચો : સ્થાનિક પેટા ચૂંટણીના પરિણામો જાહેર, કયાં ભાજપની થઇ જીત ? કયાં કોંગ્રેસના સૂપડા થયા સાફ ? તમામ પરિણામો પર એક નજર કરો

Published On - 1:34 pm, Tue, 5 October 21

Next Article