Bhavnagar : ભાજપ દ્વારા ‘જનસુખાકારી દિવસ’ ની ઉજવણી કરાઇ, ધારાસભ્ય જીતુ વાઘાણી રહ્યા હાજર

|

Aug 08, 2021 | 8:37 PM

ભાવનગર જિલ્લામાં ‘શહેરી જનસુખાકારી દિવસ’ અંતર્ગત ભાવનગરના ‘ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ’ સરદારનગર ખાતે આ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો.

Bhavnagar : ભાજપ દ્વારા જનસુખાકારી દિવસ ની ઉજવણી કરાઇ, ધારાસભ્ય જીતુ વાઘાણી રહ્યા હાજર
BJP celebrated Shaheri Jansukhakari day

Follow us on

શહેરી જન ‘સુખાકારી દિવસ’ પાંચ વર્ષના પ્રજાલક્ષી સેવા યજ્ઞનો આઠમો દિવસ, 1 ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ‘સુશાસનના પાંચ વર્ષ’ ના સુશાસનના સેવાયજ્ઞના કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ 1 થી 9 ઓગસ્ટ સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. તે અંતર્ગત આજે આ કડીના આઠમાં દિવસે ભાવનગર જિલ્લામાં ‘શહેરી જનસુખાકારી દિવસ’ અંતર્ગત ભાવનગરના ‘ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ’ સરદારનગર ખાતે આ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો.

 

અધ્યક્ષસ્થાનેથી ભાવનગરના મેયર શ્રીમતી કિર્તીબેન દાણીધરીયાએ જણાવ્યું કે, અગાઉ વિકાસ માટે સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરવી પડતી હતી. જ્યારે આ સરકાર સામેથી ગ્રાન્ટનો કેમ ઉપયોગ નથી કર્યો તે અંગેનો હિસાબ માંગે છે. એટલે એ દ્રષ્ટીએ રાજ્યના નગરોના વિકાસ માટે રાજ્ય સરકાર ચિંતિત અને કટિબધ્ધ છે તેની પ્રતિતી થાય છે. આ અંગે તેમણે વધુમાં ઉમેર્યું કે, આ સરકારે એટલો વિકાસ કર્યો છે કે તમે બહાર નિકળીને નજર કરો તો તમારી આસપાસ તમને વિકાસ નજર આવ્યાં સિવાય રહેશે નહીં.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

તેમણે ઉમેર્યું કે, ભાવનગરના વિકાસ માટે જ્યારે જરૂર પડી ત્યારે રાજ્ય સરકારે નાણાની આપૂર્તિ કરીને લોક વિકાસનું કોઇ કાર્ય ન રોકાય તેવી સંવેદનશીલતાથી કાર્ય કર્યું છે. ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણીએ આ અવસરે જણાવ્યું કે, આ સરકારે નાણાકીય શિસ્ત જાળવીને પણ રાજ્યમાં માનવ વિકાસનો સૂચકાંક ઉચો આવે તેવાં કાર્યો કર્યા છે. બાગ-બગીચા, ગટર, પાણી, લાઇટ આમ માનવજીવનને જરૂરી તમામ માનવજીવનના વધુ સગવડો ઉભી થાય તે માટેની કોઇ કચાશ રાખી નથી અને એટલે લોકોએ છેલ્લાં 25 વર્ષથી અમારી સરકાર પર ભરોસો મૂક્યો છે.

 

આ પણ વાંચો – Wildfire in Greece : ગ્રીસના જંગલમાં લાગેલી આગથી સર્જાયા તબાહીના દ્રશ્યો, આસપાસના શહેરો પર પણ જોખમ

આ પણ વાંચો – BYJU’s ગોલ્ડ મેડાલિસ્ટ Neeraj Chopraને 2 કરોડ અને અન્ય વિજેતા ખેલાડીઓને આપશે 1-1 કરોડ રોકડ

Next Article