ગુજરાત સરકારનો મોટો નિર્ણય, દિવ્યાંગોને સરકારી ભરતીઓમાં 4 ટકા અનામત અપાશે

ગુજરાત સરકારે દિવ્યાંગોને સરકારી ભરતીઓ માં 4 ટકા અનામત આપવાનો નિર્ણય જાહેર કર્યો છે.

ગુજરાત(Gujarat) સરકારે દિવ્યાંગોને સરકારી ભરતીઓ માં 4 ટકા અનામત(Reservation) આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં વર્ગ ૧ થી વર્ગ ૩ સુધીની તમામ જગ્યા ઉપરની સીધી ભરતી માં દિવ્યાંગોને 4 ટકા (Disabled) અનામત આપવામાં આવશે. તેમજ જે જગ્યાઓ ઉપર અનામતમાંથી મુક્તિ આપી હોય એ જગ્યાઓ સિવાયની સીધી ભરતીમાં દિવ્યાંગ વ્યક્તિઓ ને ચાર ટકા અનામત આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ માત્ર પંચાયત વિભાગની સીધી ભરતીમાં ચાર ટકા અનામત આપવાનો નિર્ણય લેવાયો હતો. જ્યારે હવે રાજ્ય સરકારની તમામ જગ્યાઓ ઉપર ચાર ટકા અનામત આપવામાં આવશે

ઉલ્લેખનીય છે કે, સરકારી નોકરીઓ માટેની ભરતી પ્રક્રિયામાં દિવ્યાંગો માટે 4 ટકા અનામતની માગણી સાથે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે.નેશનલ ફેડરેશન ફોર ધ બ્લાઇન્ડ તરફથી કોર્ટમાં અરજી કરવામાં આવી છે.અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, જાહેર ભરતીમાં 4 ટકા અનામતની જોગવાઇ કરવામાં આવી છે.

પરંતુ સરકાર તેનો અમલ નથી કરી રહી.આ ઉપરાંત અંધ, મૂકબધિર, શારીરિક ખોડ-ખાંપણ અને મલ્ટીપલ ડિસેબીલીટી માટે 1-1 ટકા અનામત રાખવાની માગણી કરવામાં આવી છે.અરજીને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે સરકારને ટકોર કરી છે કે, કાયદાની જોગવાઇ પ્રમાણે સરકાર જે કરી રહી હોય એનો સરકાર  સમયસર જવાબ રજૂ કરે.

આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઝડપથી હાથ ધરવા બેઠક

આ પણ વાંચો : Ahmedabad : કોર્પોરેશને ગણેશ વિસર્જન માટે ઉભી કરી વ્યવસ્થા, 52 સ્થાનોએ કુંડ બનાવ્યા

 

Click on your DTH Provider to Add TV9 Gujarati