વરસાદ તમને ભીંજવશે કે નહીં? સુરત, તાપી, વડોદરામાં ભારે વરસાદની આગાહી સાથે જાણો તમારા શહેરનું હવામાન?

|

Aug 05, 2022 | 10:57 PM

સૌરાષ્ટ્ર (Saurashtra)માં ફરી ભારેથી અતિ ભારે વરસાદ (Heavy Rain) પડવાની શક્યતા છે. મેઘરાજા ફરી સૌરાષ્ટ્રને ઘમરોળશે તેવી શક્યતા જોવાઈ રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત (South Gujarat)માં 8 અને 9 ઓગષ્ટે ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્રમાં બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અને મોરબીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

વરસાદ તમને ભીંજવશે કે નહીં? સુરત, તાપી, વડોદરામાં ભારે વરસાદની આગાહી સાથે જાણો તમારા શહેરનું હવામાન?
Gujarat Weather

Follow us on

Weather update: હવામાન વિભાગે (IMD) આગામી 4થી 5 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ચાલો જાણીએ કે તમારા શહેરમાં આવતીકાલે કેવું વાતાવરણ રહેશે. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર (Saurashtra)માં ફરી ભારેથી અતિ ભારે વરસાદ (Heavy Rain) પડવાની શક્યતા છે. મેઘરાજા ફરી સૌરાષ્ટ્રને ઘમરોળશે તેવી શક્યતા જોવાઈ રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત (South Gujarat)માં 8 અને 9 ઓગષ્ટે ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્રમાં બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

અમરેલીમાં પડશે ભારે ઝાપટાં

અમદાવાદમાં  (Ahmedabad )મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે અને હ્યુમિટિડીટીનું પ્રમાણ 85 ટકા જેવું રહેશે. તો વરસાદની શકયતા 70 ટકા જેટલી છે. જ્યારે અમરેલીમાં મહત્તમ તાપમાન 32 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે જ્યારે વરસાદની શકયતા 80 ટકા જેટલી છે અને અહીં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. સાથે જ ભારે વરસાદની શકયતા છે. તો મધ્ય ગુજરાતના આણંદમાં મહત્તમ તાપમાન 32 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે વરસાદની શકયતા 80 ટકા જેટલી છે. અરવલ્લીમાં મહત્તમ 32 ડિગ્રી અને ન્યૂનતમ 26 ડિગ્રી રહેશે. તો ભેજનું પ્રમાણ 88 ટકા રહેશે અને વરસાદની શકયતા 70 ટકા જેટલી છે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ 32 ડિગ્રી અને ન્યૂનતમ 26 ડિગ્રી તાપમાન રહેશે. તો વરસાદની શકયતા 60 જેટલી જ છે. તો દક્ષિણમાં ભરૂચમાં મહત્તમ 32 ડિગ્રી અને ન્યૂનતમ 26 ડિગ્રી રહેશે. વરસાદની શકયતા 70 ટકા જેટલી છે. તેથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.

ભાવનગરમાં પડી શકે છે વરસાદી ઝાપટાં

ભાવનગરમાં મહત્તમ 31 ડિગ્રી અને ન્યૂનતમ 27 ડિગ્રી તાપમાન રહેશે. તો વરસાદની શકયતા 80 ટકા જેટલી જ છે. બોટાદ જિલ્લામાં મહત્તમ 32 ડિગ્રી અને ન્યૂનતમ 26 ડિગ્રી તાપમાન રહેશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ 30 ડિગ્રી અને ન્યૂનતમ 25 ડિગ્રી તાપમાન રહેશે. 89 ટકા ભેજ સાથે વરસાદની શકયતા પણ 90 ટકા જેટલી છે. તો દાહોદમાં મહતમ તાપમાન 30 અને ન્યૂનતમ તાપમાન માત્ર 24 ડિગ્રી રહેશે. જ્યારે વરસાદની શકયતા 60 ટકા જેટલી છે. અહીં ભેજનું પ્રમાણ 89 ટકા જેટલું રહેશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જો દક્ષિણ ગુજરાતમાં ડાંગની વાત કરીએ તો મહતમ તાપમાન માત્ર 28 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન માત્ર 23 ડિગ્રી રહેશે. જ્યારે ભેજનું પ્રમાણ 90 ટકા રહેશે, તેમજ શહેરમાં ભારે વરસાદની શકયતા 80 ટકા જેટલી છે. દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં મહતમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે વરસાદની શકયતા 70 ટકા જેટલી છે. પાટનગર ગાંધીનગરમાં વરસાદની શકયતા 70 ટકા છે જેટલી વ્યક્ત કરવામાં આવી છે અને મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે.

જૂનાગઢમાં અને જામનગરમાં બફારો અને વરસાદ

સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં (Girsomnath) મહતમ તાપમાન 30 ડિગ્રી રહેશે અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે તેમજ અહીં 60 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો જામનગરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી સાથે વરસાદની શકયતા 70 ટકા જેટલી છે. જ્યારે (Junagadh) જૂનાગઢમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે, જ્યારે વરસાદની શકયતા 70 ટકા જેટલી છે. તો બીજી તરફ કચ્છમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેવાની સાથે વરસાદની શકયતા 80 ટકા જેટલી છે.

મધ્ય ગુજરાતના ખેડામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેવાનું અનુમાન છે અને વરસાદની શકયતા માત્ર 70 ટકા જેટલી છે. તો મહીસાગરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે અને 87 ટકા ભેજ સાથે વરસાદની 60 ટકા આગાહી કરવામાં આવી છે આથી આ જિલ્લામાં હળવા ભારે ઝાપટા આવી શકે છે. તો ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી સાથે વરસાદ થાય તેવી 60 ટકા શકયતા વ્યક્ત કરવામાં આવી છે.

મોરબીમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી સાથે વરસાદની 80 ટકા શકયતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે નર્મદામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો નવસારીમાં 80 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

સુરતમાં ભારે વરસાદની આગાહી

મધ્ય ગુજરાતના પંચમહાલમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે, તો વરસાદની શકયતા 80 ટકા જેટલી છે. તો પાટણમાં મહત્તમ તાપમના 33 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 27 ડિગ્રી અને ભેજનું પ્રમાણ 84 ટકા રહેશે. જ્યારે પોરબંદરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 27 ડિગ્રી રહેવાની સાથે વરસાદની શક્યતા 60 ટકા જેટલી છે. તો રાજકોટમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેશે અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેવાની સાથે વરસાદની શક્યતા 80 ટકા જેટલી છે જયારે સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે સાબરકાંઠામાં વરસાદની શક્યતા70 ટકા છે.

સુરતમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે અને વરસાદની શક્યતા 90 ટકા જેવી છે તો તાપીમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા 25 ડિગ્રી તાપામાન રહેવાની સાથે વરસાદની શક્યતા 90 ટકા જેટલી છે. તો વડોદરામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો વરસાદની શકયતા 80 ટકા જેટલી છે તો વલસાડમાં મહતમ તાપમાન 30 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 26 ડિગ્રી રહેશે, જ્યારે વરસાદની શક્યતા 70 ટકા જેટલી છે.

Next Article