આજથી ભાવનગર યુનિવર્સિટીના ત્રિ-દિવસીય 30 મા યુવા મહોત્સવનો પ્રારંભ, કલાયાત્રામાં આ ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યુ

|

Sep 19, 2022 | 9:42 AM

આજે ભાવનગર યુનિવર્સિટીના નવા કેમ્પસ સ્થિત એમ્ફી થિયેટર ખાતે રાજ્યના કેબીનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી (Jitu vaghani) ત્રણ દિવસીય  યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરી વિધિવત ખુલ્લો મુકશે.

આજથી ભાવનગર યુનિવર્સિટીના ત્રિ-દિવસીય 30 મા યુવા મહોત્સવનો પ્રારંભ, કલાયાત્રામાં આ ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યુ
Yuva Mohotsav

Follow us on

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી (Maharaja Krishnakumarsinhji University)દ્વારા તક્ષશીલા ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના યજમાનપદે આજથી ’અમૃત રંગ ’ 2022  શીર્ષક હેઠળ સ્પર્ધાત્મક યુવક મહોત્સવના શ્રી ગણેશ થશે. યુનિ.ના નિયામક ડો. દિલિપસિંહ ગોહિલએ જણાવ્યુ કે આ યુનિ યુવા મહોત્સવમાં(Yuva mahotsav)  44 કોલેજના 725 વિદ્યાર્થીઓ પોતાની કલા પ્રસ્તુત કરશે .

પૂર્વ સંધ્યાએ ભવ્યાતિભવ્ય વિશાળ કલાયાત્રા નીકળી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના 30 માં આંતર કોલેજ સ્પર્ધાત્મક મહોત્સવના પ્રારંભની પૂર્વ સંધ્યાએ શહેરના (Bhavnagar University)  કાળિયાબીડ પાણીની ટાંકીથી ભવ્યાતિભવ્ય વિશાળ કલાયાત્રા નીકળી હતી. જેમાં વિવિધ કોલેજ અને ભવનના મળીને અંદાજે 400 થી વધુ વિદ્યાર્થીઓએ અલગ- અલગ પરિધાનમાં સજ્જ થઈને પોતાની કલા પિરસી હતી.જેમાં મખ્ય આકર્ષણોમાં આઝાદી કા અમૃતમહોત્સવ અંતર્ગત ભારતનાં 75 વર્ષના ઘડવૈયાઓની ઝાંખી, નવી શિક્ષણ નીતિ-2022,આદિવાસી ટીમલીનૃત્ય,રમતવીરોની ઝાંખીઓ કલાયાત્રામાં ભારે આકર્ષણ જમાવ્યુ.અંદાજે બે કલાક સુધી શહેરના હાર્દ સમા કાળીયાબીડ પાણીની ટાંકીથી એમ્ફી થીએટર સુધીના રોડ પર નીકળેલી આ યાત્રાને (Yatra) નિહાળવા વિશાળ મહેરામણ ઉમટી પડ્યો હતો.તો યાત્રાએ પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું. કલા યાત્રાનુ વિવિધ વિધાર્થી સંગઠનો (Student organization) અને વિવિધ સેવાભાવી અને કલા પ્રિય સામાજિક સંસ્થાઓ દ્વારા  પુષ્પ વર્ષા કરી ઠેર- ઠેર સ્વાગત કરવામાં આવ્યું.

રાજ્યના કેબીનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી રહેશે ઉપસ્થિત

આજે ભાવનગર યુનિવર્સિટીના નવા કેમ્પસ સ્થિત એમ્ફી થિયેટર ખાતે રાજ્યના કેબીનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી (Jitu vaghani)  રંગારંગ યુવક મહોત્સવનું ઉદ્ઘાટન કરી વિધિવત ખુલ્લો મુકશે . આ ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથી તરીકે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને નિર્દેશક અભિષેક જૈન તથા ડૉ.અર્જુનસિંહ રાણા અને યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ. એમ.એમ.ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને યુવક મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે.ભાવનગર યુનિવર્સિટીના ત્રી-દિવસીય યુવક મહોત્સવ અંતર્ગત યુનિ.ના નવા કેમ્પસ સ્થિત એમ્ફી  થીયેટર, અટલ ઓડીટોરીયમ, જુનો કોર્ટ હોલ, બાહ્ય અભ્યાસક્રમ વિભાગ અને અંગ્રેજી ભવન ખાતે અલગ- અલગ 5 વિભાગની 34 સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

જેમાં યુનિ . સંલગ્ન 44 થી વધુ કોલેજ અને ભવનોના અંદાજે 725 થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે.જ્યારે 1 ઓક્ટોબરે ભાવનગર યુનિવર્સિટીના યુવા મહોત્સવનો સમાપન સમારોહ યોજાશે. તમને જણાવવુ રહ્યું કે, ભાવનગર યુનિવર્સિટીના (Bhavnagar University)  કૅમ્પસમાં સ્પર્ધકોને જુદા-જુદા સ્ટૅજ પર પહોંચવામાં કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે તે માટે વિનામૂલ્યે ત્રણ દિવસ માટે રિક્ષા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

Next Article