ભાવનગરમાં કોરોનાની ત્રીજી લહેરને લઇને પોલીસનું કડક ચેકિંગ, હોસ્પિટલ તંત્ર સજ્જ

| Edited By: | Updated on: Jan 10, 2022 | 12:23 PM

ભાવનગરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જોકે હજુ લોકોને મોટાપ્રમાણમાં દાખલ કરવાની સ્થિતિ નથી. પરંતુ તૈયારીના ભાગરૂપે શહેર અને જિલ્લાની સરકારી હોસ્પિટલોને સજ્જ કરી દેવાઈ છે. પરિસ્થિતિ બેકાબૂ થાય તો તેને પહોંચી વળવા હોસ્પિટલોમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉભી કરી દેવાઈ છે.

ભાવનગર શહેરમાં કોરોનાની ત્રીજી લહેરને લઇને કોરોનાના કેસમા સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ભાવનગર સહિત અન્ય જિલ્લામાં પણ રાત્રિના દસ કલાકથી કરફ્યુ લાદવામાં આવેલ છે. ત્યારે શહેરમાં કરફ્યુનો કડક અમલ થાય તેના માટે પોલીસ દ્વારા તમામ દુકાનો બંધ કરાવાઈ હતી, અને 10 વાગ્યા પછી બહાર ફરતા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

ભાવનગરમાં કોરોનાને લઇને હોસ્પિટલ તંત્ર સજ્જ

ભાવનગરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જોકે હજુ લોકોને મોટાપ્રમાણમાં દાખલ કરવાની સ્થિતિ નથી. પરંતુ તૈયારીના ભાગરૂપે શહેર અને જિલ્લાની સરકારી હોસ્પિટલોને સજ્જ કરી દેવાઈ છે. પરિસ્થિતિ બેકાબૂ થાય તો તેને પહોંચી વળવા હોસ્પિટલોમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉભી કરી દેવાઈ છે.ભાવનગર જિલ્લા સિવાય બોટાદ, અમરેલી અને ઉના સુધીના દર્દીઓ ભાવનગરની સર.ટી હોસ્પિટલ ખાતે આવતા હોય છે. જેને લઇને બીજી લહેરમાંથી શીખ લઈને તંત્ર દ્વારા સર.ટી.હોસ્પિટલમાં ઓક્સિજન સાથેના 850 બેડ, વેન્ટિલેટર સાથેના 250 બેડ તૈયાર કરાયા છે. મહત્વનું છે કે ભાવનગરમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દર કલાકે 3 પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. શહેરમાં રિકવરી રેટ 97.15 ટકા અને જિલ્લામાં ઘટીને 97.32 ટકા થઈ ગયો છે.

 

આ પણ વાંચો : રાજ્યની શાળાઓમાં 1,100 વિદ્યાર્થી કોરોના સંક્રમિત, વાલીઓમાં ફરી વળ્યુ ચિંતાનું મોજુ

આ પણ વાંચો : Ahmedabad: સિવિલમાં વધુ ત્રણ ડોક્ટર અને પાંચ નર્સિંગ સ્ટાફ સંક્રમિત, તમામ હોમ આઈસોલેટ થયા