Bhavnagar: વન રક્ષક પેપર લીક કાંડમાં પાલિતાણાના ટ્યૂશન સંચાલકની કબુલાત, પરીક્ષા આપી રહેલા ઉમેદવાર માટે ફોટા મોકલ્યા હતા

એકેડમીના સંચાલક મહેશ ચુડાસમાએ કબૂલાત કરી છે. તેમને મિત્ર નિલેશ મકવાણાએ પ્રશ્નપત્રના ફોટો મોકલ્યાનું કબૂલ્યું છે. પરીક્ષામાં બેઠેલા મિત્ર હરદવ પરમારને જવાબ મોકલ્યા હતા. પોતાના અંગત ફાયદા માટે પ્રશ્નપત્રના ફોટો પાડી બહાર મોકલ્યા હતા.

Bhavnagar: વન રક્ષક પેપર લીક કાંડમાં પાલિતાણાના ટ્યૂશન સંચાલકની કબુલાત, પરીક્ષા આપી રહેલા ઉમેદવાર માટે ફોટા મોકલ્યા હતા
Vanrakshak Exam Paper Leak Case, Complaint filed against 8 suspected people in Mehsana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 7:33 AM

રવિવારના રોજ લેવાયેલી વન રક્ષક (forest guard) ની પરીક્ષા માટેનું પેપર ફૂટી (paper leak) ગયું હોવાના મુદ્દે પાલીસે  (Police) પાલિતાણા (Palitana) ના ટ્યૂશન સંચાલક (tuition administrators) ની ધરપકડ કરી હતી, જેણે આ પેપર યુવા કરિયર નામના પોતાના ગૃપમાં મુક્યું હતું. પોલીસની પુછપરછમાં તેણે કબુલ્યું હતું કે તેને આ પેપર પરીક્ષા (Exam)  શરૂ થયાના એક કલાક બાદ મળ્યું હતું. તેના એક મિત્ર તરફથી આ પેપર મળ્યું હોવાનું અને તેણે પરીક્ષા આપી રહેલા એક મિત્ર માટે આ પેપર મોકલ્યું હતું. આ ઘટનાને પોલીસ માત્ર કોપી કેસ તરીકે જોઈ રહી છે પણ અહીં સવાલ એ છે કે ચાલુ પરીક્ષાએ પ્રશ્નપત્ર બહાર કઈ રીતે આવી ગયું?

રવિવારે વન રક્ષકની પરીક્ષા બપોરે 12-00થી 2-00 વાગ્યા સુધી હતી. ત્યારે વન રક્ષકનું પેપર ભાવનગરના યુવા કરિયર (ન્યુ બેન્ચ) ગૃપમાં બપોરે 1-04 મિનિટે ફરતું થયું હતું. અકેડમી સંચાલક મહેશ નામના વ્યક્તિએ આ પેપર ગૃપમાં નાખ્યું હતું. ચાલુ પરીક્ષાએ પેપર કેમ બહાર આવ્યું તે સૌથી મોટો પ્રશ્ન છે. જોકે પોલીસ દ્વારા યુવા કરિયર અકેડમીના સંચાલક મહેશ ચુડાસમાની સઘન પૂછપરછ ચાલી રહી છે. પોલીસ દ્વારા 4 અલગ-અલગ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી રહી છે. તેવામાં હવે પોલીસે પેપર લીક થયુ હોવાની વાતને ફગાવી છે.

પોલીસ સમક્ષ મહેશ ચુડાસમાએ કબૂલાત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પેપર લીક થયાની વાતમાં કોઇ તથ્ય નથી. 3 લોકો સામે કોપી કેસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. એકેડમીના સંચાલક મહેશ ચુડાસમાએ કબૂલાત કરી છે. તેમને મિત્ર નિલેશ મકવાણાએ પ્રશ્નપત્રના ફોટો મોકલ્યાનું કબૂલ્યું છે. પરીક્ષામાં બેઠેલા મિત્ર હરદવ પરમારને જવાબ મોકલ્યા હતા. પોતાના અંગત ફાયદા માટે પ્રશ્નપત્રના ફોટો પાડી બહાર મોકલ્યા હતા.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચોઃ રખડતા ઢોર અંગેના કાયદાના વિરોધમાં માલધારી સમાજનો આજે ગાંધીનગરમાં અશ્ચર્યજનક કાર્યક્રમ, પોલીસને સાબદી કરાઈ

આ પણ વાંચોઃ મોંઘવારીનો ફરી માર !! આજે ફરી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો ઝીંકાયો

g clip-path="url(#clip0_868_265)">