Bhavnagar: આર્થિક સ્થિતિ સુધારવા માટે પોલીસ લખેલું વાહન લીધું, સિવિલ એન્જિનિયરનું કર્યુ અપહરણ, જાણો પછી શું થયું ?

|

Jun 03, 2022 | 11:54 AM

ભાવનગરમાંથી નકલી પોલીસે વરતેજ GIDC માંથી સિવિલ એન્જિનિયર યુવકનું અપહરણ (kidnepping) કરીને લૂંટ ચલાવી હતી. આ નકલી પોલીસ બનીને આવેલા 4 અપહરણકારોને ક્રાઇમ બ્રાંચે સિદસર રોડ પાસેથી ઝડપી લીધા હતા.

Bhavnagar: આર્થિક સ્થિતિ સુધારવા માટે પોલીસ લખેલું વાહન લીધું, સિવિલ એન્જિનિયરનું કર્યુ અપહરણ, જાણો પછી શું થયું ?
Crime branch arresting 4 kidnappers in Bhavnagar

Follow us on

ભાવનગરમાંથી (Bhavnagar) નકલી પોલીસે વરતેજ GIDC માંથી સિવિલ એન્જિનિયર યુવકનું અપહરણ (kidnaping)કરીને લૂંટ ચલાવી હતી. આ નકલી પોલીસ બનીને આવેલા 4 અપહરણકારોને ક્રાઇમ બ્રાંચે (Crime branch)સિદસર રોડ પાસેથી ઝડપી લીધા હતા. અપહરણકારોએ એન્જિનિયર યુવક પાસેથી 4 કરોડની ખંડણી માંગી હતી. આ ઘટનામાં પોલીસે અપહરણ કરનારા ભાવનગરના જ 4 આરોપી દ્વિપાલ સોલંકી, મિતુલ રાઠોડ, નિકુંજ રાઠોડ, પિયુષ મકવાણાની ધરપકડ કરીને તેમના વિરૂદ્ધ વિરોધ ગુનો નોંધાયો હતો. પોલીસે આ ભેદને ઉકેલવા ટેકનિકલ સેલ અને હ્યુમન સોર્સની મદદ લીધી હતી અને ગણતરીના કલાકોમાં તમામ આરોપીને સીદસર રોડ પરથી પકડી પાડવામાં આવ્યા હતા. એ.એસ.પી સફિન હસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આર્થિક ભીંસમાં હોવાના કારણે ગુનેગારો દ્વારા અપહરણના ગુનાને અંજામ આપી પૈસાની માંગ કરવામાં આવી હતી

આ રીતે થયું હતું  એન્જિનિયર યુવકનું અપહરણ

સમગ્ર ઘટના એવી હતી કે ભાવનગર શહેરના મેઘાણી સર્કલ વિસ્તારમાં રહેતા મિલન શાહ સિવિલ એન્જિનિયર તરીકે વરતેજ જીઆઇડીસીમાં કામ કરે છે તેઓ ફાર્માસ્યુટિકલ ફેક્ટરીની બાંધકામની સાઇટ પરથી બપોરના સમયે પોતાની કાર પરત ફરતા હતા ત્યારે વરતેજ પોલીસ સ્ટેશન નજીક અપહરણકારો પોલીસ લખેલી કારમાં આવ્યા હતા. મિલનભાઈને આતર્યા હતા અને પોલીસ સ્ટેશન આવવાનું છે કહીને તેમનું અપહરણ કર્યું હતું બાદમાં તેમને છરી બતાવીને મિલનભાઈના પર્સ, મોબાઇલ અને કારની ચાવી ઝૂંટવી લીધી હતી. તેમજ તેમની પત્નીને મારી નાખવાની ધમકી સાથે 4 કરોડની ખંડણી માંગી હતી. એટલે મિલનભાઈએ કહ્યું હતું કે તાત્કાલિક આટલી મોટી રકમની સગવડ નહીં થાય તો અપહરણકારોએ 18 લાખમાં પતાવટ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યાર બાદ અપહરણકારો મિલન શાહને કલોલ તથા મહેસાણાની આસપાસ લઈ ગયા હતા અને ત્યારે ચાર પૈકી એક આરોપીના ફોનમાં કોઈનો ફોન આવતા મિલન શાહ પાસેથી 8,000 રૂપિયા અને મોબાઇલ ઝૂંટવીને મહેસાણા સિવિલ પાસે મિલનભાઇને છોડી દીધા હતા.

અપહરણકારોના સંકજામાંથી મુકત થતા જ મિલન શાહે  પોલીસને જાણ કરી હતી અને વરતેજ પોલીસ દ્વારા ગુનાની ગંભીરતા જાણીને તમામ ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં અપહરણ કરનાર દ્વિપાલ સોલંકી, મિતુલ રાઠોડ, નિકુંજ રાઠોડ, પિયુષ મકવાણા વિરોધ ગુનો નોંધાયો હતો, જેમાં પોલીસે ગણતરીની કલાકોમાં તમામ આરોપીને ઝડપી પાડી સમગ્ર બનાવને ઉજાગર કર્યો હતો. એ.એસ.પી સફિન હસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આર્થિક ભીંસમાં હોવાના કારણે ગુનેગારો દ્વારા અપહરણ ના ગુનાને અંજામ આપી પૈસાની માંગ કરવામાં આવી હતી

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Published On - 11:54 am, Fri, 3 June 22

Next Article