સાવજ પહોંચ્યો માતાજીના ચરણોમાં, શેત્રુંજય ડુંગર પર સર્જાયો અદભૂત નજારો, જુઓ વીડિયો

| Updated on: Mar 20, 2026 | 8:13 PM

વાત કરીએ ભાવનગરની, જ્યાં પાલિતાણાના શેત્રુંજય ડુંગર પર સાવજની હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. અહીં માતાજીના મંદિરે નજીક સિંહ આરામથી ફરતો અને થોડીવાર માટે બેસી રહેતો જોવા મળ્યો, જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

હિંદુ માન્યતાઓમાં એવી કથા પ્રચલિત છે કે જ્યારે માતાજી તપમાં લીન હતા ત્યારે એક સિંહ આવીને માતાજીનું તપ પૂરું થાય તેવી રાહમાં તેમની પાસે બેસી રહ્યો હતો. આવી જ અનોખી ઘટના ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે આવેલા શેત્રુંજય પર્વત પર જોવા મળી છે. અહીં માતાજીના નાનકડા મંદિર નજીક એક સિંહ આવ્યો અને થોડીવાર માટે મૂર્તિ પાસે બેસી રહેતો નજરે ચડ્યો હોવાનું ફોટા અને વીડિયોમાં જોવા મળે છે.

આ દૃશ્યો વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. શક્યતા છે કે સિંહ ગરમીથી બચવા માટે આ ઠંડકવાળા સ્થળે આવ્યો હોય, પરંતુ ચૈત્રી નવરાત્રીના સમયમાં માતાજીના ધામે તેની હાજરીને લોકો ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ જોઈ રહ્યા છે. આ અનોખો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us