Bhavnagar : ભણતર ભંગારમાં ! સરકારી પુસ્તકો પસ્તીમાં વેચી મારવાનો કારસો ઝડપાતા શિક્ષણ વિભાગ સામે સવાલો

|

Jul 19, 2022 | 8:33 AM

સરકારી શાળાના વિદ્યાર્થીઓને (Student) વિનામૂલ્યે અપાતા પુસ્તકો પસ્તીમાં વેચી દેવાનું સામે આવ્યું છે. પસ્તીમાં મોટા જથ્થામાં પુસ્તકો મળી આવતા શિક્ષણ વિભાગ સામે શંકાની સોય.

Bhavnagar : ભણતર ભંગારમાં ! સરકારી પુસ્તકો પસ્તીમાં વેચી મારવાનો કારસો ઝડપાતા શિક્ષણ વિભાગ સામે સવાલો
Textbook controversy

Follow us on

ભાવનગરના(Bhavnagar)  પાલીતાણામાં સરકારી શાળાના વિદ્યાર્થીઓને (Student) વિનામૂલ્યે અપાતા પુસ્તકો પસ્તીમાં વેચી દેવાનું સામે આવ્યું છે.પસ્તી કરાયેલા પુસ્તકો ધોરણ 1 થી 7ના હોવાનું સામે આવ્યું છે. ટેમ્પો ભરાઈને પાઠ્ય પુસ્તકો પસ્તીમાં અપાતા આ અંગે લોકોને જાણ થઇ હતી. જે બાદ લોકોએ થઈને પાઠ્ય પુસ્તકોને (Textbook)  પસ્તીમાં વેચતા રોક્યા હતા. બાદમાં લોકોએ ટેમ્પો વાળા અને પુસ્તક ખરીદનારની પૂછપરછ કરી હતી, જેમાં માત્ર 21 કીલોના ભાવે પુસ્તકો વેચવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતુ, એટલુ જ નહીં આ લોકોએ પાલિતાણાની સરકારી શાળામાંથી (government school) પુસ્તકોની ખરીદી કરી હોવાની કબૂલાત પણ કરી હતી.તંત્રની આ પ્રકારની કામગીરીને પગલે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

મોટી સંખ્યામાં પુસ્તકો મળતા શિક્ષણ વિભાગ સામે શંકાની સોય

મહત્વનું છે કે સરકાર (Gujarat govt) પાઠ્યપુસ્તક પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, ત્યારે આમ મોટી સંખ્યામાં પુસ્તકો પસ્તી બનતા હોવાથી સરકારનો ખર્ચ પાણીમાં જાય તેવો ભાવનગરમાં ઘાટ સર્જાયો છે. બીજી તરફ શાળામાં વિદ્યાર્થીઓની ગણતરી બાદ જ પાઠ્યપુસ્તકો મેળવવામાં આવે છે, તો આ પાઠ્યપુસ્તક હજી સુધી પડ્યા રહ્યા તેની પાછળનું કારણ શુ ? બીજી તરફ શિક્ષણ વિભાગની(Education department)  આ કામગીરીને પગલે લોકોમાં પારાવાર રોષની લાગણી જોવા મળી રહી છે.

Next Article