AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: Bhavnagar: વલભીપુરના મેવાસા ગામ નજીક ટ્રક પલટી જતા અનેક લોકો દબાયા, 6 લોકોના થયા મોત જુઓ Video

Bhavnagar: વલભીપુર તાલુકના મેવાસા ગામ નજીક ટ્રક પલટી જતા અનેક લોકો દબાયા છે. જેમા મેવાસા ગામ તરફથી વલભીપુર આવી રહ્યા હતા એ દરમિયાન લીલો ઘાસચારો ભરેલી ટ્રક પલટી ગઈ હતી. આ ટ્રક નીચે દબાવાથી 6 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે.

Breaking News: Bhavnagar: વલભીપુરના મેવાસા ગામ નજીક ટ્રક પલટી જતા અનેક લોકો દબાયા, 6 લોકોના થયા મોત જુઓ Video
Ajit Gadhavi
| Edited By: | Updated on: Mar 30, 2023 | 6:05 PM
Share

ભાવનગરના વલભીપુર તાલુકાના મેવાસા ગામ નજીક ટ્રક પલટી જતા ટ્રક નીચે અનેક લોકો દબાયા હતા. મેવાસા ગામ તરફથી લીલો ઘાસચારો ભરેલી ટ્રક વલભીપુર તરફ આવી રહ્યો હતો એ સમયે ટ્રકે પલટી મારી હતી. આ ટ્રક પલટી જતા 6 લોકોના ટ્રક નીચે દબાઈ જવાથી મોત થયા હોવાની જાણકારી મળી રહી છે. ઘાસચારો ભરેલી ટ્રકમાં 12થી 14 મજૂરો સવાર હતા.

ઘટનાની જાણ થતા જ વલભીપુર તાલુકા પંથકની 108 સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. જે રીતે ટ્રક પલટી તેને જોતા મૃત્યુઆંક વધવાની પણ આશંકા સેવાઈ રહી છે.

આ પણ વાંચો: જમીનદોસ્ત થયા મકાનો, ટ્રકો પલટી ગઈ, અમેરિકાનું મિસિસિપી તોફાન બાદ ખંડેર બન્યું, જુઓ Photos

પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનિસાર મેવાસા ગામથી વલભીપુર તરફ કડબ ભરીને ટ્રક આવી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રકનું ટાયર ફાટતા ટ્રક નાળા નીચે ખાબક્યો હતો. આ દુર્ઘટનામાં ઘટનાસ્થળે જ દબાઈ જવાથી મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં મોત થયુ છે. ટ્રકમાં 14 જેટલા લોકો સવાર હતા. મૃતકો સિવાયના તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આઈસર ગાડી બોટાદની હોવાની માહિતી મળી રહી છે.

મૃતકોના નામ

1. નવઘણભાઈ ગભરૂભાઈ રાઠોડ ઉં.21

2. કવાભાઈ ભીખાભાઈ મકવાણા ઉ.45

3. સિતુભાઈ દાનાભાઈ ચૌહાણ ઉ.51

4. અલ્પેશભાઈ સવશીભાઈ વેગડ ઉ.22

5. મનીબેન ગભરૂભાઈ રાઠોડ

6. કોમલબેન મનસુખભાઈ રાઠોડ

ઘટનાને પગલે વલભીપુર તાલુકા હોસ્પિટલ ખાતે રાજકીય નેતાઓ અને આગેવાનો દોડી આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 6 લોકોના મોત નિપજતા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સામૂહિક આરોગ્ય કેન્દ્ર વલભીપુર ખાતે દોડી આવ્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">