Gujarati NewsGujaratBhavnagarBreaking News Bhavnagar Local Body Election BJP Wins in Kaliyabid four ward 16 candidates win
Breaking News: ભાવનગરમાં કાળિયાબીડ વિસ્તારમાં ભાજપની આખી પેનલની થઈ જીત, વોર્ડ 1, 4,7, 10, 11 પાંચ વોર્ડ માં ભાજપના 16 ઉમેદવાર વિજેતા
ગુજરાતમાં સત્તાની સેમિફાઈનલનું ફાઈનલ ચિત્ર આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ સ્વરૂપે જનતા સમક્ષ આવી રહ્યુ છે ત્યારે ભાવનગર જિલ્લામાં કાળિયાબીડ વિસ્તારમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો છે. કાળિયાબીડ માં ભાજપની આખી પેનલની જીત થઈ છે. વોર્ડ 1, 4,7 અને 11માં ભાજપના 16 ઉમેદવાર વિજેતા બન્યા છે.
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. ભાવનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો શહેરના કાળિયાબીડ વિસ્તારમાં ભાજપની આખી પેનલ વિજેતા બની છે. વોર્ડ નંબર 1, 4,7,11 સહિતના ચારેય વોર્ડમાં ભાજપના 16 ઉમેદવારો વિજેતા બન્યા છે. વોર્ડ નંબર 1માં ભાજપના ઉપેન્દ્રસિંહ ચુડાસમા સહિત ભાજપની આખી પેનલની જીત થઈ છે.
આ તરફ ભાવનગર વોર્ડ નંબર 2માં કુંભારવાડા માં કોંગ્રેસને 2 અને ભાજપ નો 2 સીટ પર વિજય થયો છે. આ સાથે વોર્ડ નંબર 2માં કોંગ્રેસનું ખાતું ખુલ્યુ છે. કોંગ્રેસના 2 ઉમેદવારો જીત્યા છે. જ્યારે વોર્ડ નંબર 10માં કાળિયાબીડમાં ભાજપની આખી પેનલની જીત થઈ છે. વોર્ડ નંબર 7માં તખ્તેશ્વર વોર્ડમાં ભાજપની પેનલની જીત થઈ છે.
ભાવનગર જિલ્લાની નગરપાલિકાની વાત કરીએ તો મહુના નગરપાલિકામાં કૂલ 9 વોર્ડમાં 36 બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. જેમા મહુવા નગરપાલિકામાં કોંગ્રેસનું ખાતું ખૂલ્યુ છે. વોર્ડ નંબર 1માં કોંગ્રેસની પેનલ વિજેતા થઈ છે. આપને જણાવી દઈએ કે મહુવા નગરપાલિકામાં અગાઉ 6 બેઠકો પર ભાજપ બિનહરીફ થઈ છે.
પાલિતાણા નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપના ઉમેદવારની જીત થઈ છે. ભાજપના કિરટી સાગઠિયા અને ધર્મેન્દ્રસિંહ સરવૈયાની જીત થઈ છે. જ્યારે બે ઉમેદવાર અગાઉ જ બિનહરીફ થયા હતા
તાલુકા પંચાયતો પર નજર કરીએ તો શિહોર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ મેરની જીત થઈ છે.
જ્યારે વલ્લભીપુર તાલુકા પંચાયત માં ચમારડી ગામની સીટ પર થી અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે.
જેસર તાલુકા પંચાયત માં બેડા બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે.
આપને જણાવી દઈએ કે ભાવનગર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતની 40, તાલુકા પંચાયતની 10 અને નગરપાલિકાની 3 બેઠકો પર મતગણતરીઓ ચાલી રહી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સૌપ્રથમ બેલેટ પેપરની પેટીઓ ખુલી હતી અને બેલેટ પેપરની મતગણતરી હાથ ધરાઈ છે. ભાવનગરની સરકારી ઈજનેરી કોલેજ ખાતે મહાનગરપાલિકાની 13 વોર્ડની મતગણતરી હાથ ધરાઈ છે.