ભાજપની માફીની અપીલ બાદ પણ ક્ષત્રિયોમાં રોષ યથાવત, અનેક શહેરોમાં ઉગ્ર દેખાવો, રૂપાલાની ટિકિટ રદ નહીં તો મતદાન બહિષ્કારની ચીમકી

|

Apr 02, 2024 | 10:50 PM

પરશોત્તમ રૂપાલાના એક નિવેદને એવી આગ લગાડી છે કે ઠેર ઠેર રાજપૂત સમાજ દ્વારા પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે. અલગ અલગ જગ્યાએ કલેક્ટરને આવેદનપત્ર થી લઈને ચૂંટણી બહિષ્કાર સુધીની વાતો થઈ રહી છે. સમાજ એક વાત પર અડગ છે કે રૂપાલાની ટિકિટ રદ્દ કરવી જ પડશે અને જો આવું નહી થાય તો ભાજપે પરિણામ ભોગવવું પડશે.

એક તરફ સરકાર સમાધાનની વાતો કરી રહી છે તો બીજી તરફ અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં ક્ષત્રિયો મેદાને ઉતર્યા છે. રાજ્યના અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં વિરોધનો વંટોળ ફેલાયો છે. અમદાવાદ, વડોદરા, ભરૂચ, જુનાગઢ, પોરબંદર અને દ્વારકા સહિત મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણથી લઈને ઉત્તર સુધી એક સમાન સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદમાં સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું તો વડોદરામાં રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માગણી પ્રબળ બની. ભરૂચમાં પુતળાદહન કરવામાં આવ્યું તો પોરબંદરમાં બહેનોએ પોતાનો આક્રોશ જાહેરમાં વ્યક્ત કર્યો હતો. આ તરફ દ્વારકામાં પણ ટિકિટ રદ્દ નહી થાય તો મતદાન બહિષ્કારની ચીમકી સાથે રાજપૂતો મેદાને છે તો જુનાગઢના કેશોદમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. એટલે એક રીતે એવું કહી શકાય કે સ્થળ અલગ અલગ છે પરંતુ આક્રોશ તમામ જગ્યાએ એક સમાન જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. અહિં તેઓએ બોયકોટ રૂપાલાના પેમ્ફલેટ પણ બતાવ્યા હતા. સાથે જ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માગ કરવામાં આવી હતી. આ સંદર્ભે કલેક્ટરને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું. આ તમામ લોકોએ કહ્યુ કે 2 સીટ પર તો ઉમેદવાર બદલ્યા. જો આતંરિક અસંતોષના લીધે 2 ઉમેદવાર બદલાતા હોય તો ક્ષત્રિય સમાજના વિરોધ બાદ રાજકોટ પર ઉમેદવાર કેમ નથી બદલાતા ?

સૌથી મહત્વની બાબત એ છે કે આવતીકાલે જે ભાજપના નેતાઓ સાથે ક્ષત્રિય સમાજની બેઠક મળવાની છે તે સંદર્ભે પણ સમાજના આગેવાનોએ આજે પત્રકારો સમક્ષ વાત રાખી હતી. તેમનું કહેવું છે કે કાલની મીટિંગમાં કોઈ સમાધાનની વાત નથી. સમાધાનની વાત આવશે તો પહેલા સમાજની વચ્ચે ચર્ચા થશે બાકી કોઈ અફવા ના ફેલાવે

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

આ તરફ રૂપાલાના વિવાદમાં શક્તિસિંહ વાઘેલાએ પણ ઝંપલાવ્યું છે. તેઓએ નિવેદન આપતા કહ્યુ કે ભાજપની માનસિકતા એન્ટી ક્ષત્રિય થઈ ગઈ છે.

વડોદરામાં પણ પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. અહિં પણ આક્રોશિત લોકોએ કલેક્ટરને આવેદન આપીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી કરી હતી અને જો ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

ભરૂચમાં પણ આક્રોશ યથાવત છે. અહિં રૂપાલાનું પૂતળાદહન કરવામાં આવ્યું હતુ જો પૂતળા દહન દરમિયાન પોલીસ સાથે સામાન્ય ઘર્ષણ પણ થયું હતું. પ્રદર્શનકારીઓએ રૂપાલાની ટિકિટ રદ્દની માગ સાથે રૂપાલા સામે ગુનો દાખલ કરવાની પણ માગ કરી હતી.

આ તરફ જુનાગઢમાં પણ ક્ષત્રિયો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. રૂપાલાનો વિરોધ ચરમસીમાએ છે ત્યારે અહિં રાજપૂતોનું કહેવું છે કે અમારી લડાઈ અમારા અસ્મિતા અને ગૌરવની છે. રૂપાલાને રાજકારણમાંથી જ નિવૃત્ત કરવા જોઈએ.

પોરબંદરમાં પણ બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના લોકોએ રૂપાલાની ટિપ્પણી સામે રોષ વ્યક્ત કર્યો હતો. અહિં પણ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતુ. તેમનું કહેવું છે કે જે નિવેદન આપ્યુ તેની પાછળનો આધાર જાહેર કરો. ઈતિહાસ સાથે આમ ખોટી રીતે છેડછાડ ના ચાલે રૂપાલા જવાબ આપે

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં રાજપૂત સમાજે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો મતદાનના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી હતી. આખા રાજ્યની જેમ અહિં પણ વિરોધની આગ બરાબરની સળગેલી જોવા મળી રહી છે.

આ તરફ વિરોધનો વંટોળ ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે. કાંકરેજમાં રૂપાલાનો વિરોધ જોવા મળ્યો હતો. અહિં પણ માગ કરાઈ છે કે રૂપાલાની ટિકિટ તાત્કાલિક રદ્દ થવી જોઈએ. જો નહી થાય તો વિરોધ આખા દેશમાં ફેલાશે.

છોટા ઉદેપુરમાં પણ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ અને માગ કરાઈ કે જો ભાજપ નિર્ણય નહી લે તો આગામી સમયમાં ચૂંટણીનો બહિષ્કાર પણ કરવામાં આવશે.

આ તરફ રાજપીપળાના મહારાણી રુક્ષ્મણી દેવીનું નિવદેન ખુબ સૂચક છે તેઓએ કહ્યુ કે રૂપાલાએ માનસિકતા બદલવી જોઈએ અને રાજપૂતોમાં માફી ના હોઈ જે ભૂલ કરે તેનું માથું જ કાપી નાખવામાં આવે છે.

રાજ્યભરમાં ઠેર ઠેર આ જ પ્રકારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ત્યારે આગામી સમયમાં વિવાદ વધે તેવી પુરેપુરી સંભાવનાઓ છે. જોવું રહ્યુ કે આવતીકાલે મીટિંગ બાદ નિષ્કર્ષ શું નીકળે છે.

અમદાવાદ પોલીસની પહેલ, હેલ્મેટ સંસ્કાર પ્રોજેક્ટ થકી 7 હજાર બાળકોને કર્યુ હેલ્મેટનું વિતરણ, વાલીઓને જાગૃત કરવા શરૂ કરી ઝુંબેશ- જુઓ તસવીરો

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:49 pm, Tue, 2 April 24

Next Article