Bhavnagar : નિષ્કલંક મહાદેવના ભાદરવી અમાસના મેળામાં દુર્ઘટના સર્જાઈ, ચાર લોકોના ડૂબી જવાથી મોત

|

Aug 27, 2022 | 11:52 PM

ભાવનગરના(Bhavnagar)કોળિયાક ખાતે પ્રસિદ્ધ નિષ્કલંક મહાદેવના(Nishkalank Mahadev) સાનિધ્યમાં યોજાતા ભાદરવી અમાસના મેળામાં દુર્ઘટના સર્જાઈ છે. આ મેળામાં આવેલા 4 વ્યક્તિઓના દરિયામાં ડૂબી જતા મોત નિપજ્યાં છે.

Bhavnagar : નિષ્કલંક મહાદેવના ભાદરવી અમાસના મેળામાં દુર્ઘટના સર્જાઈ, ચાર લોકોના ડૂબી જવાથી મોત
Bhavnagar Niskalank Mahadev
Image Credit source: File Image

Follow us on

ગુજરાતમાં ભાવનગરના(Bhavnagar)કોળિયાક ખાતે પ્રસિદ્ધ નિષ્કલંક મહાદેવના(Nishkalank Mahadev) સાનિધ્યમાં યોજાતા ભાદરવી અમાસના મેળામાં દુર્ઘટના સર્જાઈ છે. આ મેળામાં આવેલા 4 વ્યક્તિઓના દરિયામાં ડૂબી જતા મોત નિપજ્યાં છે. જેમાં એક વૃદ્ધ અને 3 યુવાનો દરિયામાં નાહવા ગયા હતા. આ દરમિયાન દરિયાના વહેણમાં તણાઈને ડૂબી જતા તેમના મોત નિપજ્યા છે.

ભાવનગરજિલ્લાના કોળીયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવ મંદિરે આજે ભાદરવી અમાસ નિમિત્તે ભાવિકોનું ઘોડાપૂર ઉમટયું છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગઈકાલ રાત્રેથી જ કોળીયાક ખાતે આવી પહોંચ્યા. તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવાઇ હતી, બે વર્ષ ના વિરામબાદ આ વર્ષે આ મેળા નું ભવ્ય આયોજન કરવામાં આવેલ અને લોકોએ મેળાની મોજ માણેલ, ભાવનગર જીલ્લાના કોળીયાકના દરિયાકિનારે સમુદ્ર માં સ્થાપિત પાંચ શિવલિંગ નિષ્કલંક મહાદેવ તારીખે જાણીતા છે, અહીના સમુદ્રમાં લગભગ એક કિલોમીટર દુર ભગવાન નિષ્કલંક મહાદેવ બિરાજે છે, સમુદ્રમાં ઓટ આવ્યા બાદ સમુદ્રના પાણી ઉતર્યા બાદ અહી મહાદેવના દર્શન માટે જઈ શકાય છે, ક્યાય ના હોય તેવું અલૌકિક દ્રશ્ય અહી જોવા મળે છે. સમુદ્રમાં ભરતી આવતા જ શિવલિંગ સમુદ્રના પાણીમાં અલોપ થઇ જાય છે અને સમુદ્રના પાણી ઉતરતા ફરી શિવજી ભક્તોને દર્શન આપે છે, અહી તિથી મુજબ દરિયાના પાણીમાં ભરતી ઓટ આવતી હોય તે મુજબ દર્શન થઇ શકે છે.

સમુદ્ર માં સ્નાનથી લોકોના ભવોભવના પાપો ધોવાઈ અને નિષ્કલંક થાય છે

અહી સમુદ્રમાં બિરાજમાન શિવજીના દર્શન અને સમુદ્ર માં સ્નાન થી લોકોના ભવોભવના પાપો ધોવાઈ અને નિષ્કલંક થાય છે, તેમાંય ખાસ કરીને ભાદરવી અમાસના દિવસે અહીંયા સમુદ્રના સ્નાનનો અનેરો મહેમાન રહેલો છે ત્યારે આજે ભાદરવી અમાસ નિમિત્તે સમગ્ર દેશભર માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ નિષ્કલંકના દરિયા કિનારે ઉમટી પડ્યા હતા. નિષ્કલંક મહાદેવ નો ઈતિહાસ જોઈએ તો પાંડવો મહાભારતના યુધ્દ બાદ સો કૌરવો, લાખો સૈનિકો અને વગેરેના મૃત્યુ નું પાપ લાગ્યું હોય અને તે કલંક ધોવા માટે તેમને તેમના ગુરુ દ્વારા સમુદ્ર કિનારે જઈ શિવજીની સ્થાપના કરી અને પૂજા કરવા ની સલાહ આપતા પાંડવો સમુદ્ર કિનારે કિનારે સોમનાથ પહોચ્યા ત્યાંથી પ્રચીમાં ભગવાન કૃષ્ણને મળ્યા ભગવાને તેમને કાળી નાવડી, કાળી ધજા, કાળી ગાય અને કડવી તુંબડી લ્યો અને સમુદ્ર કિનારે કિનારે જાવ અને જ્યાં કાળી ધજા સફેદ થઈ જાય,કડવી તુંબડી મીઠી થઇ જાય તે જગ્યા પર તમે શિવલીંગ સ્થાપિત કરી પૂજા કરજો જ્યાં તમારા તમામ પાપો દુર થઇ જશે અને તમે બધા નિષ્કલંક બની જશો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

(With Input, Ajit Gadhvi, Bhavnagar) 

Published On - 11:41 pm, Sat, 27 August 22

Next Article