Bhavnagar: ઘોઘા જેટી પર 3 નંબરનું સિગ્નલ, તોફાની મોજા ગામમાં ધસી આવે તેવી શકયતા

|

Aug 11, 2022 | 7:18 PM

ભારે વરસાદને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે તો બીજી તરફ પોર્ટ (Port) પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ લાગવવામાં આવ્યુ છે.

Bhavnagar: ઘોઘા જેટી પર 3 નંબરનું સિગ્નલ, તોફાની મોજા ગામમાં ધસી આવે તેવી શકયતા
Bhavnagar: Signal number 3 at Ghogha Jetty

Follow us on

અરબી સમુદ્રમાં  હાલમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભાવનગરમાં (Bhavnagar) ઘોઘાનો દરિયો ગાંડોતૂર જોવા મળ્યો હતો. ઘોઘાના (Ghogha) દરિયાકિનારે સામાન્ય કરતાં 4 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. હાલમાં સૌરાષ્ટ્રના તમામ દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાડેલું જોવા મળી રહ્યું છે તો ઘોઘામાં તોફાની મોજા ઉછળવાને કારણે પ્રોટેક્શન વોલની ઉપર થઈને (Arebian Sea) પાણી અંદર આવી રહ્યા છે હાલમાં સ્થાનિકોને ભય છે કે આ પાણી ઘોઘા ગામમાં પણ ઘૂસી શકે છે.

ગુજરાતમાં (Gujarat) આગામી ત્રણ દિવસ ભારે વરસાદની(Rain) આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થતાં ગાજવીજ સાથે વરસાદની (Monsoon 2022) સંભાવના સેવાઈ રહી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં (Saurashtra-kutch) અતિભારે વરસાદ પડી શકે છે. તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની (heavy rain)  આગાહી હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવી છે તો સૌરાષ્ટના દરિયાકાંઠા વિસ્તારોમાં અતિભારે વરસાદી આગાહી છે. ભારે વરસાદને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે તો બીજી તરફ પોર્ટ (Port) પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ લાગવવામાં આવ્યુ છે.

જાફરાબાદના દરિયાકાંઠે પણ 3 નંબરનું સિગ્નલ

રાજ્યમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી છે, ત્યારે સૌરાષ્ટ્રના (Saurashtra) દરિયાકાંઠે ભારે પવન અને સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો, તેને પગલે બે દિવસથી અમરેલી-જાફરાબાદ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું હતું. હાલમાં જાફરાબાદના (Jafrabad) દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં જોવા મળેલા કરંટને પગલે મહારાષ્ટ્રની 20 જેટલી બોટ (Boat) જાફરાબાદના દરિયાકિનારે લાંગરી દેવામાં આવી હતી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

મહારાષ્ટ્રની બોટ જાફરાબાદમાં લાંગરવામાં આવી

દરિયામાં કરંટ જોવા મળતા મહારાષ્ટ્રની 20 જેટલી બોટ જાફરાબાદના કિનારે પહોંચી હતી તો જાફરાબાદની માછીમારી કરવા દરિયામાં ગયેલી બોટો રાત સુધીમાં દરિયાકાંઠે પહોંંચશે. મહારાષ્ટ્રની વધુ 50 જેટલી બોટ પણ જાફરાબાદના દરિયાકાંઠે લાંગરાશે. દરિયામાં તોફાનની શક્યતાઓને ધ્યાને લઈને બોટો કિનારા તરફ આવતી થઈ છે. જાફરાબાદ બંદર પર 500 ઉપરાંતની બોટોના થયા ખડકલા થયા છે.

Published On - 7:14 pm, Thu, 11 August 22

Next Article