Bhavnagar : શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી લહેર શાંત પડી, એક દિવસમાં માત્ર પાંચ પોઝિટિવ કેસ નોંધાયા

|

Jul 07, 2021 | 7:15 PM

ભાવનગર શહેરમાં ગઈકાલે પાંચ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જુલાઈ માસમાં પ્રથમ વખત પાંચ કેસ શહેરમાં નોંધાયા છે. આજ સુધીમાં ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવના કુલ 13,997 કેસ નોંધાયા છે.

Bhavnagar : શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી લહેર શાંત પડી, એક દિવસમાં માત્ર પાંચ પોઝિટિવ કેસ નોંધાયા
Bhavnagar

Follow us on

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાની (Corona Case) બીજી લહેર (Second Wave ) શમી ગયાની સ્થિતિ જોવા મળી રહી છે. આ માસમાં પ્રથમ વખત એક દિવસમાં માત્ર પાંચ પોઝિટિવ કેસ (Positive Case) નોંધાયા છે. જોકે તાલુકા ગ્રામ્ય કક્ષાએ એક પણ નવો કેસ નોંધાયો નથી તે રાહતના સમાચાર છે.

કોરોના સામેની લડાઈમાં રસીકરણ (Vaccination) માટે લોકોમાં જાગૃતિ વધી છે, પરંતુ તંત્ર દ્વારા પૂરતો સ્ટોક ન ફાળવાતા રસીકરણનો લક્ષ્યાંક પણ સિદ્ધ થઈ શકતો નથી. આ સપ્તાહે કુલ 23,332 લોકોનું રસીકરણ કરાયું તો તે પહેલાના સપ્તાહમાં કુલ 28,132 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આમ કોરોનાના કેસમાં ઘટાડા સાથે આ સપ્તાહે રસીકરણમાં 17.6 ટકાનો ઘટાડો થયો છે.

ભાવનગર શહેરમાં ગઈકાલે પાંચ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જુલાઈ માસમાં પ્રથમ વખત પાંચ કેસ શહેરમાં નોંધાયા છે. આજ સુધીમાં ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવના કુલ 13,997 કેસ નોંધાયા છે અને તેની સામે 13,827 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. શહેર કક્ષાએ રિકવરી રેટ 98.79 ટકા થયો છે. શહેરમાં આજ સુધીમાં 160 દર્દીના સરકારી ચોપડે મોત થયા છે. તેમજ તાલુકા ગ્રામ્ય કક્ષાએ આજે એક પણ નવો કેસ નોંધાયો નથી, સાથે એક પણ દર્દી કોરોના મુક્ત પણ થયો નથી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ભાવનગર શહેરમાં એક્ટિવ દર્દીની સંખ્યા વધીને 10 થઇ ગઇ છે, ત્યારે ગ્રામ્ય કક્ષાએ 4 દર્દી હોય, સમગ્ર જિલ્લામાં એક્ટિવ દર્દીની સંખ્યા 14 થઈ છે. દરમિયાન ભાવનગર શહેરમાં રસીકરણમાં કુલ લક્ષ્યાંક 4,54,826 છે અને તેની સામે પ્રથમ ડોઝ 2,55,958 લોકોને આપી દેવાતા 56.28 ટકા લોકો રસીથી સુરક્ષિત થયા છે.

બીજી લહેરની અસર ખરાબ રહી હોવા છતા હાલ શહેરમાં લોકો બેદરકારી રાખી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્ટનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. માસ્ક વગર જ લોકો ફરી રહ્યા છે, ત્યારે લોકોને સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. લોકોની બેદરકારી જોતા એ પણ સવાલ ઉભા થાય છે કે, કોરોનાની નવી લહેર ન આવે.

Next Article