Bhavnagar: પાલિતાણામાં લગ્ન ગીતો સાથે ગૂંજ્યા દેશભક્તિના સૂર

|

Aug 15, 2022 | 6:16 PM

પાલિતાણા (Palitana) ખાતે આજે પ્રજાપતિ સમાજના સમૂહ લગ્ન સમારોહમાં લગ્નની શરણાઈ ગૂંજી હતી અને સાથે સાથે આઝાદીના બ્યૂગલો વાગ્યાં હતાં. પાલિતાણા ખાતે આજે પ્રજાપતિ સમાજના યોજાયેલા સમૂહ લગ્ન સમારોહમાં લગ્નની શરણાઈઓના સાથે આઝાદીના બ્યૂગલો વાગ્યાં હતાં.

Bhavnagar: પાલિતાણામાં લગ્ન ગીતો સાથે ગૂંજ્યા દેશભક્તિના સૂર
Bhavnagar: samuh Lagnotsava celebrations coincided with Azadi Parva

Follow us on

ભાવનગરમાં (Bhavnagar) પાલિતાણામાં લગ્નની શરણાઈઓના સુર વચ્ચે આઝાદીના બ્યૂગલો વાગ્યા હતા. આઝાદીના અમૃત મહોત્સવ’ની થીમ અંતર્ગત અનોખી રીતે સમૂહ લગ્ન (Samuhlagnostav) યોજવામાં આવ્યા, નવ યુગલો દ્વારા ત્રિરંગા (Tirnaga) લહેરાવવામાં આવ્યા, પાલિતાણા (Palitana) ખાતે આજે પ્રજાપતિ સમાજના સમૂહ લગ્ન સમારોહમાં લગ્નની શરણાઈ ગૂંજી હતી અને સાથે  સાથે આઝાદીના બ્યૂગલો વાગ્યા હતા. પાલિતાણા ખાતે આજે પ્રજાપતિ સમાજના યોજાયેલા સમૂહ લગ્ન સમારોહમાં લગ્નની શરણાઈઓના સાથે આઝાદીના બ્યૂગલો વાગ્યા હતા.

હરખની હેલી વચ્ચે ચોરીમાં ગવાયેલા લગ્ન ગીતોની સાથે રાષ્ટ્ર ભક્તિના ગીતો અને રાષ્ટ્રગીત ‘જન ગણ મન..’નું ગાન પણ યુગલો દ્વારા કરવામાં આવ્યું હતું. સંસાર જીવનમાં ડગલું માંડતા આ નવયુગલોએ પોતાના નવજીવનની શરૂઆત રાષ્ટ્ર ભક્તિના ગીત અને ત્રિરંગો લહેરાવવા સાથે કરી હતી. સમગ્ર દેશમાં તા 13થી 15  દરમિયાન ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સમગ્ર દેશ તિરંગાના રંગે રંગાયો છે, ત્યારે પાલીતાણાના લુવારવાવ ખાતે વાટલીયા પ્રજાપતિ સમાજના સમૂહલગ્ન અંતર્ગત નવયુગલો દ્વારા લગ્નમાં ત્રિરંગા ફરકાવીને રાષ્ટ્રભક્તિ રજૂી કરી હતી.

આ લગ્ન સમારંભમાં 33 નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. રાજકીય અને સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા અને સામૂહિક રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. કોરોનાકાળના બે વર્ષ બાદ પાલિતાણાના લુવારવાવ ખાતે વાટલીયા પ્રજાપતિ સમાજ દ્વારા 22મો સમૂહલગ્ન સમારંભ યોજવામાં આવ્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

હાલ દેશભરમાં ચાલી રહેલાં ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત સમાજના આગેવાનો દ્વારા અલગ થીમ રાખવામાં આવી હતી અને નવવધૂઓને ત્રિરંગા ફરકાવી રાષ્ટ્રગાન કરાવી અલગ રીતે આઝાદીના અમૃત મહોત્સવમાં ભાગ લઈ સમૂહ લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. જેમાં પાલિતાણા ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, સ્થાનિક આગેવાનો, વાટલીયા પ્રજાપતિ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Next Article