BHAVNAGAR : કોરોનાની ત્રીજી લહેરની તૈયારી, સ્મશાનના લાકડા પૂછી રહ્યાં છે, “મારી સાથે બળવું છે કે માસ્ક પહેરવું છે?”

|

Jul 23, 2021 | 6:30 AM

ભાવનગરના ચિત્રા ખાતે આવેલ સ્મશાનગૃહમાં હાલમાં કોરોના મહામારીની ત્રીજી લહેર (third wave of the Corona epidemic)ને લઈને લાકડાનો ખૂબ મોટો સ્ટોક કરવામાં આવી રહ્યો છે. જેથી આ સ્મશાન સિવાય અન્ય સ્મશાન પર જો જરૂર પડે તો લાકડાઓ મોકલી શકાય.

BHAVNAGAR : કોરોનાની ત્રીજી લહેરની તૈયારી, સ્મશાનના લાકડા પૂછી રહ્યાં છે,  મારી સાથે બળવું છે કે માસ્ક પહેરવું છે?
BHAVNAGAR : Preparations at the Bhavnagar cemetery before the third wave of the Corona epidemic

Follow us on

BHAVNAGAR : સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારી (Corona epidemic)ની બીજી લહેરે લોકોને સમજાવી દીધું હતું કે જો તમે કોરોના સામે સાવચેતી નહીં રાખો તો સ્મશાનમાં લાકડા સાથે બળવું પડશે. ત્યારે ભાવનગર શહેર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની છે તેવા નિષ્ણાંતોની ભવિષ્યવાણી સંભળાઈ રહી છે.

વધુમાં વધુ રસીકરણ થાય, હોસ્પિટલમાં પર્યાપ્ત માત્રામાં બેડ અને પૂરતા જથ્થામાં દવાઓ વગેરે તૈયાર થાય તે તો આપણા વિચારમાં આવે, પણ ભાવનગર (BHAVNAGAR) ના સ્મશાનોમાં ત્રીજી લહેરને અનુસંધાને લાકડાનો સ્ટોકકરવામાં આવી રહ્યો છે, ભઠ્ઠીઓ રીપેર કરવામાં આવી રહી છે, તો ક્યાંક ભઠ્ઠીઓની સંખ્યા વધારવામાં આવી રહી છે. સાથે પાણીની સુવિધા પણ વધારાઈ છે. આ સમાચાર ભૂતકાળમાં ક્યારેય આવેલા નથી, પણ કોરોના વાયરસ (Corona Virus)એ વર્તમાન અને ખાસ તો બીજી લહેરમાં જે કહેર મચાવ્યો અને સ્મશાનોમાં ક્યારેય ન જોઈ હોય તેવી મૃતદેહોની લાઈનો જોતા ભાવનગરના સ્મશાનગૃહમાં હવે કોરોના મહામારીની ત્રીજી લહેર પહેલા (third wave of the Corona epidemic) લાકડાના સ્ટોક સહિતની તૈયારીઓ કરવામાં આવી છે.

ભાવનગર(BHAVNAGAR) શહેર અને જિલ્લામાં કોરોનાએ બીજી લહેર દરમિયાન કાળો કહેર મચાવ્યો હતો. ક્યારેય ન જોયા હોય તેવા રુદન અને મોતના ભયાનક દ્રશ્યો સામે આવ્યાં હતા. ભાવનગરના ચિત્રા સ્મશાનગૃહ સહિત અન્ય સ્મશાનો પર બીજી લહેર દરમિયાન કોરોનાના મૃતકોની અંતિમવિધિ માટે મોટા મોટા વેઇટિંગ લિસ્ટ રહેતા હતા. એક સ્મશાનથી બીજા સ્મશાને મૃતક દર્દીના મૃતદેહને બાળવા તેમના પરિવારના સભ્યોને ધક્કા ખાવા પડતા હતા. સાથે લાકડા ન હોય, તેમ જ પાણીની સુવિધા ન હોય તેવી પણ મુશ્કેલી ઉભી થઇ હતી.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

ભાવનગરના ચિત્રા ખાતે આવેલ સ્મશાનગૃહમાં હાલમાં કોરોના મહામારીની ત્રીજી લહેર (third wave of the Corona epidemic)ને લઈને લાકડાનો ખૂબ મોટો સ્ટોક કરવામાં આવી રહ્યો છે. જેથી આ સ્મશાન સિવાય અન્ય સ્મશાન પર જો જરૂર પડે તો લાકડાઓ મોકલી શકાય.આ સિવાય સ્મશાનોમાં નવી ભઠ્ઠીઓ ઉભી કરાઇ છે અને જૂની ભઠ્ઠીઓ સાફ પણ કરવામાં આવી છે.

ચિત્રા સ્મશાનગૃહના ટ્રસ્ટીઓએ Tv9 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભગવાન કરે આ બધા લાકડા સડી જાય આ લાકડાનો માનવદેહ બાળવામાં ઉપયોગ કરવાની જરૂર ન પડે, પરંતુ બીજી લહેરની ભયાનકતા જોઈ અમેં ત્રીજી લહેરને ધ્યાનમાં લઈને કામગીરી આદરી છે.

Next Article