Bhavnagar: મનપાના બિલ્ડિંગના રિનોવેશન કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો વિપક્ષનો આરોપ

|

May 18, 2022 | 5:39 PM

કોઈપણ બિલ્ડિંગનું કામ હોય તેનો ખર્ચ અંદાજિત ખર્ચથી વધી-વધીને 20થી 30 ટકા વધી શકે. પરંતુ ભાવનગર મહાનગરપાલિકામાં ગળે ન ઉતરે તેવી વાત સામે આવી છે.

Bhavnagar: મનપાના બિલ્ડિંગના રિનોવેશન કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો વિપક્ષનો આરોપ
Bhavnagar Municipal Corporation

Follow us on

કોઈપણ બિલ્ડિંગનું કામ હોય તેનો ખર્ચ અંદાજિત ખર્ચથી વધી-વધીને 20થી 30 ટકા વધી શકે. પરંતુ ભાવનગર મહાનગરપાલિકામાં (Bhavnagar Municipal Corporation) ગળે ન ઉતરે તેવી વાત સામે આવી છે. મહાનગરપાલિકાના બિલ્ડિંગના રિનોવેશનના (Building renovation) કામ માટે ખર્ચ અંદાજવામાં આવ્યો હતો તેના કરતાં બમણો ખર્ચ થવા જઈ રહ્યો છે. મહાનગર પાલિકાના મુખ્ય બિલ્ડિંગને હેરિટેજ લુક આપવા સાથે રિનોવેશનની કામગીરી થઈ રહી છે.

જેના માટે ગત 27 ઓગસ્ટ 2021ના રોજ સ્ટેન્ડિંગ કમિટીએ રૂપિયા 51.37 લાખના ખર્ચની મંજૂરી આપી હતી. પરંતુ દિવસે-દિવસે વધારાના કામો સૂચિત કરાતા આ આંકડો 1 કરોડ સુધી પહોંચી ગયો છે. સત્તાધીશોનું કહેવું છે કે, ઘણા કામો કામગીરી શરૂ કર્યા બાદ ધ્યાન પર આવતા આ ખર્ચ વધ્યો છે. તો બીજીતરફ વિપક્ષે સત્તાધીશોની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. કૉંગ્રેસના કોર્પોરેટર જયદીપસિંહ ગોહિલે કહ્યું કે, કોર્પોરેશનનું કોઈપણ કામ સમયમર્યાદામાં નથી થયું. તેમણે બિલ્ડરોને કમાણી કરી આપવાનો શાસકો પર આરોપ લગાવ્યો.

JCBમાં સવાર થઈને લગ્નમંડપમાં પહોંચ્યા વરરાજા

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ભાવનગરના જેસર તાલુકામાં વરરાજા અનોખી જાન લઈને પહોંચ્યા હતા. તાંતણિયા ગામે વરરાજા JCBમાં સવાર થઈને લગ્નમંડપમાં પહોંચ્યા હતા. આવી અનોખી જાન જોઈને ગામલોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વરરાજા JCBમાં સવાર થઈને વાજતે ગાજતે ધામધૂમથી પોતાના સાસરિયે પહોંચ્યા હતા. કેટલાક લોકો લગ્નની જાન, હેલિકોપ્ટર, મોંઘીડાટ કાર તેમજ હાથી ઘોડા પર સવાર થઈ જતા હોય છે. ત્યારે JCB પર વરઘોડોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

ભગવાન ભરોસે ચાલી રહ્યા છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો!

ભાવનગરના મહુવામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભગવાન ભરોસે ચાલી રહ્યા છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ, કારણે મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા PHCમાં ના તો પૂરતો સ્ટાફ છે, અને જે સ્ટાફ છે એ ગેરહાજર રહે છે. તો અમુક કેન્દ્રોમાં ડોક્ટર કે નર્સની વ્યવસ્થા પણ નથી. ચોંકાવનારી વાત એ છે કે, આવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ચોથા વર્ગના કર્મચારીઓ ચલાવી રહ્યા છે.

Next Article