Bhavnagar : પાણીની ટાંકીઓની સારસંભાળમાં કોર્પોરેશનની બેદરકારી, હવે કાળિયાબીડ પાણીની ટાંકીનો સ્લેબ તૂટી ગયો
ભાવનગર કોર્પોરેશન દ્વારા ફિલ્ટર થયેલું પાણી વિતરણ કરવા માટે તખ્તેશ્વર ફિલ્ટર પર બે, નિલમબાગ ફિલ્ટર પર બે અને કાળીયાબીડ, ભરતનગર વર્ધમાનનગર, ચિત્રા જેટકો, ડાયમંડ ચોક, રિંગરોડ બાલયોગીનગર અને ચિત્રા ખાતે ઇ.એસ.આર. અને જી.એલ.આર. પાણીના ટાંકી આવેલી છે.
ભાવનગર મહાનગરપાલિકા(Bhavnagar) અનેક કામમાં બેદરકારી(Negligence)દાખવે છે તે અનેક વખત સામે આવ્યું છે. જ્યારે ભાવનગરવાસીઓને પાણી પહોંચાડવા માટે ઈ.એસ.આર. અને જી.એલ.આર. પાણીની ટાંકીઓના(Water Tank)બાંધકામનું આયુષ્ય પૂર્ણ થવા છતાં તેની મજબુતાઇ વધારવા કોઈ કાર્યવાહી નહીં કરતા અંતે કાળીયાબીડ પાણીની ટાંકી પર સ્લેબ પડી ગયો છે. આ ઉપરાંત અન્ય પાણીની ટાંકીઓમાં પણ તપાસ કરતાં નિલમબાગ પાણીના ટાંકાનો સ્લેબ પણ લાંબા સમયથી તુટી ગયો છે. આવી જ સ્થિતિ ચિત્રા પાણીની ટાંકીની પણ છે. જેથી આગામી દિવસોમાં પાણી હોવા છતાં લોકો લાંબો સમય પાણી વગરના થઈ જશે. પાણી જેવી અતિ આવશ્યક સુવિધામાં કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે.
નિલમબાગ પાણીની ટાંકીનો સ્લેબ પણ એક મહિના પૂર્વે તૂટી ગયો
ભાવનગર કોર્પોરેશન અને શાસકો મોટી ગુલબાંગોમાં પાવરધા છે. પરંતુ પ્રજાની ગ્રાઉન્ડ લેવલની સુવિધા કે સમસ્યા હલ કરવામાં તદ્દન નિષ્ક્રિય છે. તેનો તાદ્રશ્ય દાખલો શહેરના જુદા જુદા વિસ્તારોમાં વર્ષો જુની ખખડધજ પાણીની ટાંકીઓ છે. જેમાં હાલમાં કાળિયાબીડ અને નિલમબાગ પાણીની ટાંકીના ધરાશાયી થતા બેદરકારી સામે આવી છે. જેની તંત્રને જરાય ગંભીરતા નથી. નિલમબાગ પાણીની ટાંકીનો સ્લેબ પણ એક મહિના પૂર્વે તૂટી ગયો છે પરંતુ આજ સુધી એક થીગડુંય માર્યું નથી. જેનો ટીવી નાઈન દ્વારા સ્લેબ તૂટી ગયાની અને દુષિત પાણી લોકોને મનપા ખાતું હોવાની હકીકતો બહાર લાવતા તંત્ર કામે લાગ્યું છે. આ ઘટના પછી અન્ય પાણીની ટાંકીઓની તપાસ કરતા જેમાં ચિત્રા, કાળીયાબીડ, નિલમબાગ પાણીના ટાંકા જર્જરિત હાલતમાં જોવા મળી છે. કોર્પોરેશનની બેકાળજીને કારણે પાણીની ટાંકીઓ ખખડધજ બનતા જાય છે.
ચિત્રા પાણીની ઈ.એસ.આર. અને જી.એલ.આર.નું બાંધકામ જર્જરિત
જેમાં પણ ખાસ કરીને કાળીયાબીડ દિલબહાર પાણીની ટાંકી, નિલમબાગ જી.એલ.આર તેમજ ચિત્રા પાણીની ઈ.એસ.આર. અને જી.એલ.આર.નું બાંધકામ જર્જરિત બની ગયું છે. ચિત્રા જી.એલ.આર. 12 લાખ લીટર અને ઇ.એસ.આર. 10 લાખ લીટર પાણીની ટાંકી છે. જે પણ વર્ષ 1988-89 માં બાંધકામ થયેલું છે. જેથી તેના બાંધકામનું આયુષ્ય પણ પૂર્ણ થઈ ગયું છે. ભાવનગર કોર્પોરેશન દ્વારા ફિલ્ટર થયેલું પાણી વિતરણ કરવા માટે તખ્તેશ્વર ફિલ્ટર પર બે, નિલમબાગ ફિલ્ટર પર બે અને કાળીયાબીડ, ભરતનગર વર્ધમાનનગર, ચિત્રા જેટકો, ડાયમંડ ચોક, રિંગરોડ બાલયોગીનગર અને ચિત્રા ખાતે ઇ.એસ.આર. અને જી.એલ.આર. પાણીના ટાંકી આવેલી છે.
આ પણ વાંચો : SURAT: ચોકીદારે જ ઓફિસમાં એકલા બેઠેલા માલિકને લૂંટ્યા, ગળે કોયતો રાખીને 6 લાખની લૂંટ ચલાવી
આ પણ વાંચો : ગુજરાતના આ શહેરમાં રસ્તા પર સોનાનો એક પથ્થર જોવા મળશે, આ પથ્થર જોઇ તમને આશ્ચર્ય થશે